ગોંડલના રીબડા રક્તદાન કેમ્પ માં ૩૪૭૦ બોટલ રક્ત એકત્ર થયુ:પાંચ હજાર લોકોએ અંગદાન નો સંકલ્પ કર્યો:રકતદાતાઓ ઉમટી પડ્યા.

ગોંડલના રિબડા ખાતે પૂર્વ ધારાસભ્ય સ્વ. મહિપતસિંહ જાડેજાની પ્રથમ પુણ્યતિથીએ થેલેસેમિયા અને ગંભીર બીમારીથી પીડાતા દર્દી ઓ માટે મહા રકતદાન કેમ્પનું આયોજન કરsવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં, યુવાનો, વડીલો, મહિલાઓ અને સંતો-મહંતોએ રક્તદાન કર્યું હતું. જે માટે ગોંડલ સહિતની બલ્ડ બેંકોની ટીમ સતત ખડેપગે રહી હતી.

રકતદાન કેમ્પ માં ૩૪૭૦ બોટલ રક્ત એકત્રીત થયુ હતું.ઉપરાંત રક્તદાન કેમ્પ નાં આયોજક રાજદીપસિંહ જાડેજા,અનિરુધ્ધસિહ જાડેજા સહિત જાડેજા પરીવાર ઉપરાંત પાંચ હજાર લોકોએ અંગદાન નો સંકલ્પ કર્યો હતો.

આર.એ.આર. ફાઉન્ડેશનના પ્રણેતા રાજદિપસિંહ અનિરૂધ્ધસિંહ જોડેજા દ્વારા આયોજિત આ મહારક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ વહેલી સવાર થી ઉત્સાહ સાથે રક્તદાન કર્યું હતું.ગોંડલ પંથક ઉપરાંત રાજકોટ સહિત રકતદાતાઓ ઉમટી પડ્યા હતા.


રાજકોટ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા પાંચ હજાર લોકોને અંગદાન નો સંકલ્પ લેવડાવાયો હતો.

ક્ષત્રિય સમાજના આગેવાન માજી ધારાસભ્ય સ્વ. મહિપતસિંહજી ભાવભા જાડેજાની પ્રથમ પૂણ્યતિથિના સ્મરણાર્થે માનવસેવા તથા ગૌસેવા સહિતના સત્કાર્યો ચાલી રહ્યા છે. આ સત્કાર્યોને આગળ માટે થેલેસેમિયાગ્રસ્ત દર્દી અને અન્ય ગંભીર બિમારી ધરાવતા દર્દીઓનાં લાભાર્થે પ્રથમ મહારક્તદાન કેમ્પનું આજે આયોજન કરવામાં આવ્યું હતું.

આ રક્તદાન કેમ્પમાં પીડીયુ સિવિલ બલ્ડ બેન્ક રાજકોટ, રેડક્રોસ બલ્ડ બેન્ક રાજકોટ, લાઈફ બલ્ડ બેન્ક રાજકોટ,આસ્થા બલ્ડ બેન્ક ગોંડલ અને નાથાણી બલ્ડ બેંકોના ડોક્ટરો અને તેની ટીમે સેવા બજાવી હતી. સવારે ૬ વાગ્યાથી શરૂ થયેલ બ્લડ કેમ્પ બપોરે ૨.૦૦ કલાક સુધી મહીરાજ બજરંગબલી મંદિર પાસે, નેશનલ હાઈ-વે રીબડા ખાતે ચાલુ રહ્યો હતો. રક્તદાતાને આરએઆર ફાઉન્ડેશન દ્વારા પ્રમાણપત્ર તેમજ વિશેષ રૂપથી સ્મૃતિચિન્હ શૂભેચ્છા સ્વરૂપે ભેટ આપવામાં આવ્યા હતા.

આ સામાજિક ઉત્તરદાયિત્વનાં કાર્યક્રમની સવિસ્તાર માહિતી આપતા રાજદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મહિપતસિંહ બાપુના સેવાભાવી જીવનમાંથી પ્રેરણા મેળવી માનવસેવા તથા ગોસેવાનું પ્રથમ પૂણ્યતિથિએ આયોજન કરવામાં આવ્યું છે.


તાલુકાની નામાંકિત તમામ ગૌશાળાના લાભાર્થે રાત્રે ૯ કલાકે મહારાજ બજરંગબલી મંદિર પાસે એક લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પ્રખ્યાત લોકગાયક કલાકાર કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, બ્રિજરાજદાન ગઢવી, યોગેશદાન બોક્સા અને સાંઈરામ દવે સંતવાણી અને લોકસાહિત્ય રજુ કર્યુ હતુ.

error: Content is protected !!