પોપ્યુલર સ્કૂલ ત્રંબા ના આંગણે અનોખી રીતે ભગવાન શ્રી રામલાલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી.
શર્મિલાબેન બાંભણીયા દ્વારા સંચાલિત પોપ્યુલર સ્કૂલ ત્રંબા તથા ત્રંબા ગામ પંચાયત દ્વારા ભગવાન શ્રી રામના સામૈયા ત્રંબા ગામના પાદર થી ગામના રામજી મંદિર સુધી વાજતે – ગાજતે ડીજેના સાથવારે અને ઢોલ નગારાના તાલે સાથે ઉજવણી કરી
સ્કૂલના બાળકો શોભાયાત્રાના સ્વરૂપે જુદી – જુદી શ્રી રામ, લક્ષ્મણ અને જાનકીની વેશભૂષા ધારણ કરીને આખા ગામમાં શોભાયાત્રા સ્વરૂપે ઉત્સાહભેર આનંદ માણ્યો અને ત્યાર બાદ સ્કૂલના પટાંગણમાં એકપાત્રીય અભિનય, રામાયણના પાત્રો વિશે વકૃત્વ સ્પર્ધા, શ્રી રામના ભજન સ્પર્ધા,
નાટીકા તથા નિબંધ લેખન સ્પર્ધા જેવી જુદી જુદી સ્પર્ધામાં પોપ્યુલર સ્કૂલના ૫૦૦ બાળકોએ હરખભેર ભાગ લીધો અને આપણાં વડાપ્રધાન શ્રી મોદીજી ના “સ્વચ્છતા અભિયાન” ના ભાગરૂપે અમારી સ્કૂલના દરેક બાળકોએ અમારા સ્કુલ રૂપી મંદિરને સાફ કરવામાં સિંહ ફાળો આપ્યો, આમ, પોપ્યુલર સ્કૂલ ભણતરની સાથે ઘડતર અને સાંસ્કૃતિક જતનનું કામ પણ રાષ્ટ્ર સાથે રહીને કરે છે.
આ મંગલમય ઉત્સવ માટે સ્કૂલના કેમ્પસ ડાયરેક્ટર મગનભાઈ પણસારા, આચાર્ય શ્રી રમેશભાઈ ધાડવી તથા સમગ્ર સ્કૂલ સ્ટાફ તેમજ ડિફેન્સ એકેડેમીની ટીમ દ્વારા ખૂબ સુંદર કામગીરી કરેલ તથા આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા મારવાડી શેર્સ એન્ડ ફાયનાન્સના C.T.O. લખનભાઈ બાંભણીયાએ પણ હાજરી આપેલ અને દરેક ભાગ લેનાર વિજેતાઓને ઈનામ આપી પ્રોત્સાહન પૂરું પાડેલ.