ગોંડલનાં સાટોડીયા પરિવારે વિધવા પુત્રવધૂને પુત્રી માની કન્યાદાન કર્યું : કુટુંબીઓએ કન્યાના ભાઈ બની જવતલ હોમ્યા.
દરેક સમાજને ઉદાહરણ પુરુ પાડતો સાટોડીયા પરિવાર.
વર્તમાન સમયે યુવાનોમાં હૃદય રોગના હુમલાનું પ્રમાણ વધી રહ્યું હોય થોડા સમય પહેલા જ ગોંડલમાં પટેલ પરિવારના એકના એક પુત્રને હૃદય રોગનો હુમલો આવતા તેનું મોત નિપજ્યું હતું અને પરિવાર શોક મગ્ન બન્યો હતો વિધવા બનેલ પુત્રવધુને સાટોડિયા પરિવારે પુત્રી માની ફરી તેનું કન્યાદાન કરી વિદાય આપતા હર્ષના આંસુ વહ્યા હતા
ગોંડલના ભોજરાજપરા ખાતે રહેતા અને નાગરિક બેંકનાં કર્મચારી મિલન ચુનીભાઈ સાટોડીયાનું હૃદય રોગના કારણે અકાળે મોત નિપજ્યું હતું કુદરતની આ કઠોરતાને પરિણામે બે વર્ષની પુત્રી કાવેરી એ પિતાની છત્રછાયા ગુમાવી હતી અને પત્ની ગુંજનબેન વિધવા બન્યા હતા આભથી પણ મોટા આવી પડેલા દુઃખને પરિવારના મોભી ચુનીભાઈ અને પરિવારજનોએ ઈશ્વર ઈચ્છા બળવાન માની વિધવા પુત્રવધુ ને પુત્રી માની લીધી હતી દરમિયાન રાજકોટ રહેતા વ્યવસાય સાથે સ્કૂલ નું સંચાલન કરતા
મિલન જયંતીલાલ વિરડીયા નું માંગુ આવતા ચુનીભાઈ સાટોડિયા તેના પત્ની નીતાબેન સાથે પરિવારજનો એ સહર્ષ સ્વીકાર્યું હતું આ વેળાએ ગુંજનબેન ને જન્મ આપનાર તેમના ખાંભા સ્થિત માતા પિતા રવજીભાઈ સભાડીયા અને નંદુબેન સહિતનાઓ એ પણ ખુશી વ્યક્ત કરી હતી.
અયોધ્યા ખાતે ભગવાન રામચંદ્રજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નું મુહૂર્ત તા.૨૨ નાં રખાયું હોય આ મહુર્ત એજ વિધવા પુત્રવધુનું લગ્ન આર્ય સમાજ વિધિથી નક્કી કરી કન્યાદાન અપાયું હતું સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ જગદીશભાઈ સાટોડીયા અને યુવા નેતા જીગરભાઈ સાટોડીયા એ કન્યાના ભાઈ બની જવતલ હોમ્ય હતા આ રીતે સાટોડિયા પરિવારે સમાજને પ્રેરણા રૂપી કાર્ય કર્યું હતું.