ગોંડલના ૧૭માં રાજવી હિમાંશુસિંહનો રાજતિલક મહોત્સવ: ૨૧૦૦ દીકરીઓ એક સાથે જળ લઈને જતી હોય તેવો ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરશે.

ગોંડલના ૧૭ માં ઉત્તરાધિકારી મહારાજા હિમાંશુસિંહજીનો દબદબાભેર રાજતિલક મહોત્સવ યોજાયો છે. તારીખ ૧૯થી ૨૩ જાન્યુઆરી સુધીના પાંચ દિવસના રાજતિલક મહોત્સવમાં રાજસુયજ્ઞ, ભવ્ય જલયાત્રા, નગરયાત્રા સહિતના ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

૨૧૦૦ દીકરીઓ એક સાથે જળ લઈને જશે જલ યાત્રા આશાપુરા મંદિરેથી મોટી બજારમાં આવેલા દરબાર ગઢ પેલેસ સુધી પગપાળા યોજાઈ હતી. મોટી સંખ્યામાં નગરજનો, રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાઓના આગેવાનો, મહિલા મંડળો સહિતના ઉપસ્થિત રહ્યાં હતા. મહારાજાના રાજ તિલક પ્રસંગે રાજમાતાઓ દ્વારા ૨૧૦૦ દીકરીઓ વિવિધ જળાશયો, સમુદ્ર, નદીઓ અને કૂવાઓનું જળ લઈને જલ યાત્રા કાઢી હતી. જેમાં આજે ૨૧૦૦ દીકરીઓ એક સાથે જળ લઈને જતા હોઈ તેવો ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થશે. બેન્ડ પાર્ટી સાથે જલ યાત્રા યોજાઈ હતી.


બાહુબલી રાજવી ભાકુંભાજીનું યોગદાન મુખ્ય

રાજાશાહી યુગમાં ગોંડલના બાહુબળી અને પ્રજાવત્સલ મહારાજા તરીકે વખણાતા ગોંડલ રાજ્યમાં રાજવીનો રાજતિલક મહોત્સવ યોજાઈ રહ્યો છે. રાજાશાહી યુગમાં ગોંડલ રાજ્યનો રજવાડાનો વિસ્તાર વધારવામાં બાહુબળી રાજવી ભાકુંભાજીનું યોગદાન મુખ્ય છે. કેળવણી પ્રિય અને વિકાસશીલ પ્રજાવત્સલ મહારાજા સર ભગતસિંહજીને આજે પણ લોકો યાદ કરી રહ્યા છે. આજની લોકશાહીમાં રાજવી પરિવારમાં રાજવીકાળની પરંપરા યથાવત છે.

રાજતિલક સમારોહ નવલખા દરબારગઢ ખાતે યોજાશે

પરંપરા મુજબ ગોંડલના ૧૭માં ઉતરાધિકારી નામદાર મહારાજા સાહેબ તરીકે હિમાંશુસિંહજી જાડેજાનો રાજતિલક મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. મહારાજા હિમાંશુસિંહજીનો પાંચ દિવસનો રાજતિલક સમારોહ નવલખા દરબારગઢ ખાતે યોજાઈ રહ્યો છે. નવલખા દરબારગઢને નવા રંગરૂપ સાથે અનોખો સજાવવામાં આવ્યો છે. મહોત્સવમાં રાજસુયજ્ઞ, ભવ્ય જલયાત્રા, નગરયાત્રા સહિતના ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જલયાત્રા દરમિયાન રાજવી પરંપરા મુજબ રાજવીકાળની બગીઓ, વિન્ટેજ કારો, હાથી, ઘોડા, ઉંટ સહિતનો કાફલો લોકોમાં આકર્ષણ જગાવશે.

અનેક બાબતોથી ગોંડલનું રજવાડું ઓળખાતું

ભગવતસિંહજી માત્ર ચાર વર્ષની ઉંમરે રાજગાદી ઉપર આવ્યા હતા. ૧૮ વર્ષની ઉમરે રાજ્યનો સ્વતંત્ર કારોબારો સંભાળ્યો હતો. મહારાજા સર ભગવતસિંહજીના સાશનમાં ફરજિયાત કન્યા કેળવણી, અન્ડરગ્રાઉન્ડ ઈલેક્ટ્રીક, રેલ્વે લાઈન, ટેલિફોન, કલાત્મક બાંધણી સાથે નગર વ્યવસ્થા અને કડક કાયદાઓને લઈને ગોંડલનું રજવાડાના નોંધ એક ઉચ્ચ પંક્તિના રજવાડામાં લેવાઈ રહી છે.

error: Content is protected !!