ગોંડલ માં શોભાયાત્રા,નગરયાત્રા સહિત વિવિધ ધાર્મિક આયોજન ને લઈ ને જીલ્લા પોલીસ વડાની હાજરીમાં યોજાઇ શાંતિ સમીતીની બેઠક.

ગોંડલ માં તા.૨૧ તથા તા.૨૨ નાં અયોધ્યા રામ મંદીર પ્રતિષ્ઠા અનુલક્ષી ને રામજીમંદિર દ્વારા શોભાયાત્રા સહિત અન્ય ધાર્મિક સંસ્થાઓ દ્વારા શોભાયાત્રાઓ સહીત ધાર્મિક આયોજન ઉપરાંત ગોંડલ રાજવીનો રાજ્યાભિષેક, નગરયાત્રા સહિત કાર્યક્રમો થનારા હોય કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ ની અધ્યક્ષતામાં સીટી પોલીસ સ્ટેશન ખાતે સર્વ જ્ઞાતિનાં આગેવાનોની મીટીંગ મળી હતી. જેમાં ગોંડલ માં સુલેહ શાંતિપૂર્ણ ધાર્મિક આયોજન પુર્ણ થાય તેવો અનુરોધ જીલ્લા પોલીસ વડા રાઠોડ દ્વારા કરાયો હતો.તેમણે શોભાયાત્રાઓ ની નિયમાનુસાર મંજુરી લઈ પોલીસ તંત્ર ને સહકાર આપવા જણાવ્યું હતુ.


ડીવાયએસપી ઝાલા,એ ડીવીઝન પીઆઇ ડામોર, બી ડિવિઝન પીઆઇ ગોસાઇ એ ધાર્મિક ઉત્સવો દરમિયાન પોલીસ કાયદો વ્યવસ્થા જાળવશે તેવું કહી આયોજકો દ્વારા પુરો સહકાર અપાય તેવુ જણાવ્યું હતું મીટીંગ માં ઉપસ્થિત મુસ્લિમ સમાજ નાં આગેવાન એડવોકેટ ફીરોજભાઇ શેખે કહ્યુ કે રામ ભગવાન ની શોભાયાત્રાનું મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરાશે.તા.૨૨ નાં નોનવેજ,ઇંડા સહિત નાં ધંધાઓ અડધો દિવસ સ્વૈચ્છિક બંઘ રખાશે.આ રીતે કોમી એકતા સાથે ઉજવણી કરાશે.
મીટીંગ વિશ્ર્વ હિન્દુ પરિષદ નાં મુકેશભાઈ ભાલાળા,ધર્મેન્દ્ર રાજાણી,યોગેન્દ્ર જોશી, બજરંગ દળનાં હિરેન ડાભી,મેઘવાડ સમાજ યુવા સંગઠન ના  આગેવાન અને રાજકોટ જિલ્લા ભાજપ મંત્રી અનુ.જાતિ નાં અમિત ભાઈ સોલંકી બૃમ્હ સમાજ નાં પ્રમુખ જીતુભાઇ આચાર્ય, અગ્રણી અશોકભાઈ પીપળીયા,કિશોરભાઈ ઉનડકટ, જીગરભાઈ સાટોડીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!