અકસ્માત માટે કુખ્યાત નેશનલ હાઇવે બીલીયાળા પાસે કાર હડફેટે ચડેલા બાઇક ચાલક નું મોત.
અકસ્માત માટે કુખ્યાત ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે બીલીયાળા પાસે સાંજનાં સુમારે પુરપાટ દોડી આવેલી કારે બાઇક ને હડફેટે લેતા ગોંડલ નાં ભોજરાજપરા માં રહેતા યુવાનનું મોત નિપજતા બે સંતનો પિતા વિહોણા બન્યા હતા.અને પરિવાર હતપ્રત બન્યું હતુ.
પ્રાપ્ત વિગત મુજબ ભોજરાજપરા ચબુતરા પાસે અલખવાટીકામાં રહેતા તુષારભાઈ ગાંડુભાઇ મેંદપરા ઉ.૪૨ બાઈક લઈ સાંજે સાડાચાર નાં સુમારે શાપર જઇ રહ્યા હતા.ત્યારે પુરપાટ ધસી આવેલા કાર ચાલકે બાઈક ને હડફેટ લેતા સર્જાયેલા અકસ્માત માં તુષારભાઈ નું ગંભીર ઇજાને કારણે મોત નીપજ્યું હતું.બનાવ બાદ તેમનાં મૃતદેહ ને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડી તાલુકા પોલીસ ને જાણ કરાઇ હતી.
અકસ્માત નો ભોગ બનનાર તુષારભાઈ પરણીત હતા.સંતાન મા ૧૪ વર્ષ ની પુત્રી તથા ૧૦ વર્ષ નો પુત્ર હોવાનું જાણવા મળેલ હતુ.મૃતક ખેતીકામ કરતા હતા.બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરીછે.