મશીન ટુલ્સ મેન્યુફેક્ચરર્સ એસોસીએશન – દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો.

 મેમ્બર્સ ડિરેકટરી વિમોચન . સાયબર ક્રાઈમ જાગૃતિ સેમીનાર લુના ટેકનોલોજીસ પ્રા. લી. મુંબઈ દ્વારા તાઈવાનના પ્રોડકટ ડિસ્પ્લે.
રાજકોટના ઉદ્યોગ જગતમાં સહુથી મોખરે આવતો અને એન્જીનીયરીંગ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતો મશીન ટુલ્સ મેન્યુફેકચરિંગ ઉદ્યોગ છે. રાજકોટમાં અલગ અલગ પ્રકારનાં મશીનો બનાવતા ઉદ્યોગકારો માટે ૩૫ વર્ષ પહેલા મશીન ટુલ્સ મેન્યુફેક્ચરર્સ એસોસીએશનની સ્થાપના કરવામાં આવેલ. ત્યારથી આજ સુધી રાજકોટમાં મશીન ટુલ્સ ઉદ્યોગ કેમ પ્રગતી કરે તેની સતત ચિંતા સાથે આ એસોસીએશન તેમનાં સભ્યો માટે અલગ અલગ પ્રવૃતિઓ દ્વારા અવિરત મહેનત કરી રહયું છે.
હોટલ ઈમ્પીરીયલ પેલેસ ખાતે લુના ટેકનોલોજીસ પા. લી. મુંબઈના શ્રી અદનાન બેરીંગવાલા, સાયબર ક્રાઈમ રાજકોટના એ.સી.પી. શ્રી વિશાલભાઈ રબારી અને તાઈવાન થી પધારેલ હાઈવીન કંપનીના શ્રી ફ્રાંન્સીસ ચેન ના અધ્યક્ષ સ્થાને યોજાયો. ઉપરોકત મહાનુભાવોના વરદ હસ્તે ઉદ્યોગકારોની વિશાળ હાજરીમાં મેમ્બર્સ ડિરેકટરી નું વિમોચન કરવામાં આવેલ.
મુંબઈ ના પ્રસિધ્ધ લુના ટેકનોલોજીસ પ્રા. લી. ના શ્રી અદનાન બેરીંગવાલાએ પોતાની અલગ અલગ પ્રોડકટ વિશે મેમ્બરોને વિશેષ માહિતી આપેલ તથા તેમની પ્રોડકટ નું લાઈવ ડિસ્પલે અને બી. ટુ બી. મિટિંગો પણ કરવામાં આવેલ. કાર્યક્રમ ના બીજા તબકકામાં સાયબર ક્રાઈમ રાજકોટ એ.સી.પી. શ્રી વિશાલભાઈ રબારી દ્વારા ઉદ્યોગકારો સાથે થતા ઓનલાઈન ફોડ અને વિવિધ પ્રકારે થતા સાયબર ગુનાઓ વિશે માહિતી આપેલ અને ઉદ્યોગકારો સાથે ધંધામાં ઓનલાઈન છેતરામણી થાય છે. તેનાથી કેમ બચવું તે માટે ખુબજ વિસ્તારથી અલગ અલગ ઉદાહરણો આપીને જાણકારી આપવામાં આવેલ. સંસ્થાનાં સહમંત્રી શ્રી દેવલ ધોરેચાએ એસોસીએશનના કાર્યો વિશે માહિતી આપેલ અને સંસ્થાના પ્રમુખશ્રી યોગીન છનીયારાએ પ્રાસંગિક ઉદબોધન કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પિયુષ ડોડિયાએ કરેલ. અંતમાં સંસ્થા દ્વારા મહાનુભાવોને મોમેન્ટો અર્પણ કરીને બિરદાવેલ. બોર્ડ મેમ્બર શ્રી સચિન નગેવાડિયાએ આભાર વિધિ કરેલ અને છેલ્લે રાષ્ટ્રગાન કરીને સહુએ સાથે મળીને ડિનર લીધેલ.
error: Content is protected !!