ગોંડલ નગરપાલિકાએ સ્વચ્છતા સર્વેક્ષણમાં રાષ્ટ્રીય સ્તરે 277 મો નંબર મેળવ્યો :પ્રાદેશિક સ્તરે 15 મો નંબર મેળવવાની સાથે ડોલ ટુ ડોર કલેક્શન વેસ્ટ મા ૯૬ ટકા અને રહેણાંક વિસ્તાર સ્વચ્છતામાં ૮૩ ટકા મેળવ્યા.

ગોંડલ નગરપાલિકા સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને પડકાર આપી રહી છે ત્યારે રાષ્ટ્રીય સ્તરે 446 નંબરમાંથી 277 અને પ્રદેશ સ્તરે 30 માંથી 15 મો નંબર મેળવવાની સાથે શહેરને સ્વચ્છ અને લોકોના આરોગ્યની તકેદારી રાખી રહી છે.

રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરે નંબર મેળવવા અંગે પાલિકા સેનિટેશન શાખાના ચેરમેન હંસાબેન માધડ તેમના પ્રતિનિધિ અનિલભાઈ માધડ અને સેનિટેશન શાખાના ઇન્સ્પેક્ટર કેતનભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે સ્વચ્છતા સર્વેક્ષણમાં ભલે ગોંડલ નગરપાલિકાના નોંધપાત્ર નંબર આવ્યા હોય પણ અમોને હજુ સંતોષ નથી ઉતરોતર અને વધુને વધુ શહેર સ્વચ્છ કેમ બને તે અંગેના પ્રયાસો કરતા રહીશું નગરપાલિકાની હરીફાઈ નગરપાલિકા સાથે હોવી જોઈએ પરંતુ ગોંડલ નગરપાલિકાની હરીફાઈ મહાનગરપાલિકાઓ સાથે થઈ છે અલબત્ત ગત વર્ષની તુલના એ પ્રદેશ લેવલે પાંચ નંબર પાછળ થયા છીએ તેનું કારણ કેટલીક ટેકનિકલ ઇસ્યુ છે જેનું આગામી સમયમાં નિરાકરણ કરી નાખવામાં આવશે અમારી ટીમના 20 છોટા હાથી આઠ ટ્રેક્ટર અને તેમના સદસ્યો દ્વારા તનતોડ મહેનત કરી ગત વર્ષ કરતાં પણ સારું પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં શહેર વધુને વધુ સ્વચ્છ બને તેવા કાર્યો કરવા કટિબદ્ધ છીએ ગોંડલ નગરપાલિકા ભૂગર્ભ ગટર અને શૌચાલયની વ્યવસ્થા જાળવવામાં ઓડીએફ પ્લસ પ્લસ ની થવા પામી છે.

error: Content is protected !!