ગોંડલમાં કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે આઈ.પી.એસ. અધિકારીની નિમણુંક કરવા માંગણી કરતા કોંગ્રેસ આગેવાન યતિષ દેસાઇ.
કોંગ્રેસ પ્રમુખ દ્વારા જો હપ્તા માંગવામાં આવતા હોય તો તેમની સામે પોલીસ ફરિયાદ કરવી જોઇએ, નહીં કે તેમના પણ ભાંગી નાંખવા : યતિષદેસાઈ.
ગોંડલના કોંગ્રેસી આગેવાન યતિષભાઈ દેસાઈ રાજ્યપાલને પત્ર લખી જણાવ્યું છે. ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની ભયંકર પરિસ્થિતિ બગડેલ હોય ગોંડલના ભાજપના ધારાસભ્ય ના ભત્રીજા દ્રારા ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયા તેમજ મેઘવાડ સમાજના આગેવાન કોંગ્રેસી કાર્યકર દિનેશભાઈ પાતર પર થયેલ હુમલા અંગે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગંભીરપણે કાબુ બહાર ગયેલ હોય પોલીસ વહીવટી તંત્ર માત્રને માત્ર ભાજપના ધારાસભ્યના ભત્રીજાને બચાવવા માટે પોતાની સતાનો દુર ઉપયોગ કરી રહી છે. ગોંડલના ભાજપના આગેવાન અને ધારાસભ્યના નાના ભાઈ હરદેવસિંહ જાડેજા દ્રારા એક પ્રેસ કોન્ફરન્સમાં પોતે એલ.ડી.ઓ. નો વેપાર કરી રહ્યા છે તેવું મીડીયા સમક્ષ જાહેર કરેલ છે ત્યારે ઈજા પામનાર કોંગ્રેસ પ્રમુખને પોતે બોલાવેલ છે. તેવું કબુલ કરેલ છે. આ સંજોગોમાં જો એલ.ડી.ઓ. નો વેપાર તેઓ કાયદા અનુસાર કરતા હોય તો તેમણે તેમના આ પેઢીમાં કેટલી વાર તપાસ કરેલ છે તે દર્શાવવું જોઈએ તેમજ ભુતકાળમાં ભાજપના આગેવાનોએ પોલીસે એલ.ડી.ઓ. નો વેપાર કરવા સબબ ધરપકડ કરેલી હતી ત્યારે આ વેપાર કાયદેસર હતો કે કેમ ? તે પણ તેમણે દર્શાવવું જોઈએ. રહી વાત કોંગ્રેસના પ્રમુખ દ્વારા જો હપ્તા માંગવામાં આવતા હોય તો તેમની સામે પોલીસ ફરીયાદ કરવી જોઈએ, નહીં કે તેમનાં પગ ભાંગી નાખવા. આ સંજોગોમાં એલ.ડી.ઓ. નો ગેરકાયદેસર વેપાર કરતા તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવી અને કાયદાની જાળવણી માટે તાત્કાલીક અસરથી ગોંડલ શહેરમાં આઈ.પી.એસ. અધિકારીની નિમણુક નિમણુક કરી યોગ્ય તપાસ કરાવવા તેઓએ માંગણી કરી છે.