ગોંડલ ઓર્ચાડ પેલેસ ખાતે રાજયભિષેક નિમિત્તે વિવિધ સમાજ અગ્રણીઓની મીટીંગ યોજાઈ:રાજ્યાભિષેક મહોત્સવ ને શાનદાર બનાવવા નિણર્ય લેવાયો.

ગોંડલ રાજયના૧૭ માંઉત્તરાધિકારી તરીકે મહારાજા હિમાંશુસિહજી નાં રાજતિલક મહોત્સવ પ્રસંગ ના આયોજન અને વ્યવસ્થાના ભાગરૂપે ઓર્ચાડ પેલેસ ખાતે વિવિધ જ્ઞાતિઓ અને સમાજના અગ્રણીઓની અગત્યની મીટીંગ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ગોંડલ રાજયના સમાજ શ્રેષ્ઠીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં

 


જેમાં રાજકીય અગ્રણીઓ તથા સામાજીક આગેવાનો, વેપારી અગ્રણીઓ, મહીલા મંડળના અગ્રણીઓ તથા તમામ મંડળના સંચાલકો અને કાર્યકર્તા ભાઇઓ, બહેનોને તેમજ ઉપલેટા ધોરાજી સહિતના જુના ગોંડલ રાજ્યના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આગામી તા.૧૯ થી શરુ થતા પાંચ દિવસના મહોત્સવની રાજેન્દ્રસિંહ જાડેજા તથા મનિષભાઇ જોષીએ વિગતો આપી હતી. સમાજ અગ્રણી જીતુભાઈ આચાર્ય, અશોકભાઈ પીપળીયા, લક્ષ્મણભાઇ પટેલ, ઓમદેવસિંહ જાડેજા,ફતેહમામદ નુરમામદ,સાવનભાઇ ધડુક, નરેન્દ્રસિંહ જાડેજાએ રાજયભિષેક અને રાજતિલક નાં પ્રસંગ ને ગોંડલ નો પ્રસંગ ગણી સમગ્ર ગોંડલને શણગાર, રંગોળી કરી રાજયભિષેક મહોત્સવ ને ઐતિહાસિક બનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.


પ્રત્યુતર માં રાજવી હિમાંશુસિહજીએ જણાવ્યું કે હું પ્રજા નો મીડીયેટર છુ.રાજયભિષેક સમયે વૈદોક્ત વિધિ થી યોજાનાર હોમ,હવન,યજ્ઞનું પુણ્ય પ્રજાને પણ મળે તેવી મારી લાગણીછે.એ મંત્રોચ્ચાર માં રહેલી દિવ્યતા થી વિચારોમાં પવિત્રતા સાથે બદલાવ આવેછે.રાજવીએ વધુમાં કહ્યુ કે હજુર બંગલાનાં ગાર્ડનમાં” ગોંડલ એબાઉ ઓલ’ ની તખ્તી લાગેલીછે.મતલબ ગોંડલ ની પ્રજા સાથે જીવનભરનો સાથછે.આ નાતો ૧૭માં ઉતરાધિકારી સુધી લંબાયોછે.અને ઉતરોતર આગળ ધપતો રહેશે.
૧૭માં ઉતરાધી તરીકે જ્યારે હિમાંશુસિહજીનો આગામી તા.૨૨નાં રાજયભિષેક થઈ રહ્યોછે ત્યારે નગરજનોમાં ઉત્સાહ નો માહોલ છવાયોછે.રાજવીને વધાવવાં લોકોમાં અનેરો થનગનાટ જોવાં મળી રહ્યોછે.

error: Content is protected !!