દુષ્કર્મ નાં બન્ને આરોપીઓ જેલ હવાલે કરાયા.
ગોંડલ માં પતિની ગેરહાજરીમાં હેવાન બનીને આવેલા પતિનાં બે મિત્રોએ પરણિતા પર આચરેલા દુષ્કર્મ ની ઘટનાં માં ગણતરીની કલાકોમાં જડપાયેલા બન્ને નરાધમો જેલ હવાલે થયા હતા.
રવિવાર રાત્રે ત્રીસ વર્ષીય મહીલા નો પતિ બહાર હતો ત્યારે એકલતાનો લાભ લઈ પતિનાં મિત્ર ભગવતપરામાં રહેતા ભાવેશ ઉર્ફ કાળુ જીતેશભાઇ વાઘેલા તથા કોટડાસાંગાણીનાં સાંઢવાયા રહેતા મયુર અશોકભાઈ રાઠોડે મહીલાને ધાકધમકી આપી બન્ને નરાધમોએ દુષ્કર્મ ગુજાર્યુ હતુ.બાદ માં બન્ને નાશી ગયા હતા.પતિ ઘરે આવતા પત્નીએ દુષ્કર્મ અંગે ની જાણ કરતા સમગ્ર ઘટનાં પોલીસ મથકે પંહોચી હતી.એ ડીવીઝન પીઆઇ.ડામોરે તુરંત તપાસ નાં ચક્રોગતિમાન કરી બન્ને નરાધમોને સાંઢવાયા થી જડપી લઇ કાર્યવાહી કરી હતી.દરમ્યાન બન્નેને કોર્ટમાં રજુ કરતા કોર્ટે જેલ હવાલે કરતો હુકમ કર્યો હતો.