ગોંડલ માર્કેટ યાર્ડમાં મુહૂર્તના નવા ધાણાની આવકના શ્રીગણે સાથે હરાજીમાં ધાણાના ભાવ રૂપિયા ૩૬૦૦૧/-બોલાયા.

ગુજરાતમાં નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં સિઝનના નવા ધાણાની આવકનો આજથી પ્રારંભ થયો છે.સૌરાષ્ટ્રભરમાં ધાણાનું પીઠુ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં સામાન્ય રીતે નવા ધાણાની આવક જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જોવા મળતી હોય છે.માર્કેટ યાર્ડમાં નવા ધાણાની આવક શરૂ થતા જ વેપારીઓ,ખેડૂતોએ નવા ધાણાની હરાજી શ્રીફળ વધરીને મીઠા મોઢા કરીને હતી.આ સાથે જ નવા ધાણાના મુહૂર્તના ભાવ રેકોર્ડ બ્રેક બોલાયા હતા

ગોંડલ માર્કેટ યાર્ડ ધાણાની સિઝનમાં દર વર્ષે ધાણાની ભરચક આવક સાથે ધાણાથી ઉભરાતું જોવા મળતું હોય છે.સૌરાષ્ટ્રભરમાંથી વધુ પડતા ખેડૂતો ધાણાનું વહેંચાણ કરવા માટે ગોંડલ માર્કેટ યાર્ડમાં આવતા હોય છે.

આ વર્ષે નવા ધાણાની સિઝનનો પ્રારંભ થાય તે પહેલા ગોંડલ માર્કેટ યાર્ડમાં પ્રથમ વખત જસદણના સાણથલી ગામેથી નવા ધાણાની ૫થી૬ મણની આવક થવા પામી હતી.યાર્ડમાં નવા ધાણાની આવક થતા જ આજે ધાણાની મુહૂર્તની હરાજી શ્રીફળ વધેરીને વેપારી,ખેડૂતોના મીઠા મોઢા કરાવીને કરવામાં આવી હતી.શુકનની હરાજીમાં નવા ધાણાના ૨૦ કિલોના રેકોર્ડ બ્રેક ભાવ રૂપિયા ૩૬૦૦૧/-બોલાયા હતા.જેમને લઈને ખેડૂતો વેપારીઓ સહિતના લોકોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી.


ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની સિઝન દરમિયાન લાખો ગુણીની ધાણાની આવક થતી જોવા મળતી હોય છે.આ સાથે યાર્ડ બહાર ધાણા ભરેલ વાહનોની કતારો જોવા મળ્યાની સાથે માર્કેટ યાર્ડ ધાણાથી ઉભરાઈ જતું જોવા મળતું હોય છે.

error: Content is protected !!