ગોંડલ તાલુકાના વાસાવડ અને મેતા ખંભાળિયા પંથકમાં મા દિપડા એ દેખા દીધી:બે ગૌ વંશ નું મારણ કરતા ખેડૂત અને પશપાલક માં ભય નો માહોલ.
ગોંડલ પંથક માં ઠંડી દરમ્યાન સિંહ દીપડા સહિત જંગલી પ્રાણી ઓ ની અવર જવર રહેતી હોય છે ત્યારે વાસાવડ ગામના લુખેલા વાડી વિસ્તાર અને કેશવાળા રોડ પર વાસાવડી નદી ના કાંઠા વિસ્તારમાં
રાત્રે દિપડા દ્વારા બે ગૌ વંશ નુ મારણ કરવામાં આવતા આ વિસ્તારમાં રહેતા ખેત મજુરો અને ખેડૂતોમા ભય નો માહોલ સર્જાયો છે દીપડા અંગે ફોરેસ્ટર જાડેજા એ જણાવ્યું હતું કે બે દિવસ પહેલા કેશવાલા ગામે ઘેટાં નું મારણ કર્યું હતું આટકોટ બાબરા પંથક માં વસવાટ કરનાર દીપડો હોવાની શંકા છે અને તે વારંવાર સ્થળ બદલનાર સ્વભાવ ધરવનાર છે તપાસ ચાલી રહી છે.