ગોંડલ સબ જેલમાં આજીવન કેદની સજા નાં બે કેદીઓ સારી વર્તણુક નાં કારણે જેલ મુક્ત થયા.

એક કેદી 17 વર્ષ અને બીજા કેદી 25 વર્ષથી સજા ભોગવતા હતા આ બંને કેદીઓ ની મુક્તિ માટે જેલતંત્ર દ્વારા સરકાર માં દરખાસ્ત કરવામાં આવતા મંજૂરી મળી હતી

ગોંડલ સબ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી નં.૪૦૨- મનહરસિંહ કિરીટસિંહ જાડેજાનાઓને ૧૭ વર્ષ કરતા વધુ સમય સજા ભોગવેલ હોય તેમજ પાકા કેદિ નં.૬૫૪- શૈલેન્દ્રસિંહ ઉર્ફે સુરૂભા રાજેન્દ્રસિંહ જાડેજાનાઓને ૨૫ વર્ષ કરતા વધુ સમય સજા ભોગવેલ હોઈ તેઓની વર્તણુક સારી હોય સરકારશ્રી દ્વારા નક્કી કરેલ ધારાધોરણો મુજબ પાત્રતા ધરાવતા હોય સી.આર.પી.સી.ક્લમા-૪૩૩(એ) મુજબ મજકુર કેદીઓની વહેલી જેલમુક્તિ માટે જેલ અધિક્ષકશ્રી દ્રારા ઝડપી કાર્યવાહી કરી સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી અને જેલ સલાહકાર સમિતી તરફથી પણ હકારાત્મક અભિપ્રાય મળતા આ સજા ભોગવી રહેલ કેદીઓની વહેલી જેલમુક્તિ માટે સરકારશ્રીમાં દરખાસ્ત મોકલી આપતા સરકારશ્રીએ બાકીની સજા માફ કરીને વહેલી જેલમુક્તિનો આદેશ કરતા ઇ.ચા. અધિક્ષક આર. એ. સોલંકીનાઓ દ્રારા આજ તા.૩૧/૧૨/૨૦૨૩ ના રોજ જેલ મુકત કરી સારા અને ઉજજવળ ભવિષ્યની કામના સાથે વિદાય કરેલ જેલ મુકત થતા પરીવારજનોમાં ખુશીનો માહોલ સર્જાયેલ અને છુટયા બાદ પરીવારજનો સાથે મુલાકાત થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયેલ હતા.

error: Content is protected !!