આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે ઘરેબેઠા ઓનલાઇન અરજી કરી શકાશે.
આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા યોજના (PMJAY) અંતર્ગત આયુષ્માન કાર્ડ બનાવવું ખુબ સરળ બન્યું છે. લાભાર્થીઓ ધરબેઠા આયુષ્માન કાર્ડ મેળવી શકશે.
આયુષ્માન એપ – વેબ પ્લેટફોર્મ તથા મોબાઇલ એપ્લિકેશન સરકારશ્રી દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેમાં સેલ્ફ વેરિફિકેશનનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ દ્વારા લાભાર્થી પોતાના અને પરિવારના દરેક સભ્યોના આયુષ્માન કાર્ડની અરજી જાતે જ કરી શકે છે.
આયુષ્માન કાર્ડ બનાવવા માટેના પાંચ સરળ પગલાં નીચે મુજબ છે.
૧.સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પરથી આયુષ્માન એપ ડાઉનલોડ કરો અથવા https://beneficiary.nha.gov.in par જાઓ.
૨.યુઝર લોગ ઇન બનાવવા માટે આપનો મોબાઈલ નંબર નાખી ફોન પર મળેલ OTP દાખલ કરો.
૩. નામ/ રાશન કાર્ડ/ આધાર નંબર /કુટુંબ નંબર પરથી તમારી પાત્રતા ચકાસો
૪.પાત્રતા ધરાવતા લાભાર્થી પોતાના તથા પરિવારના દરેક સભ્યોની વિગતો આધાર e-KYC (જેવા કે OTP)ના માધ્યમથી ચકાસો.
૫. બધી જરૂરી વિગતો ભર્યા બાદ મોબાઇલમાંથી તમારો ફોટો પાડી અપલોડ કરો ત્યાર બાદ તમારી વિગતોની ચકાસણીની પ્રક્રિયા શરૂ થશે. ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકાશે.
કલેકટરશ્રી પ્રભવ જોષી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નિલેશ એમ. રાઠોડ દ્વારા આયુષ્માન કાર્ડ સત્વરે કઢાવવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી છે.