ગોંડલ પી.જી.વી.સી.એલ ના વીજ પોલ ઉપર લગાવેલા હોર્ડિંગ અકસ્માત સર્જે તે પહેલા ઉતારવા જરૂરી.
ગોંડલ શહેરના વિવિધ વિસ્તારોમાં આડેધડ પી જી વી સી એલ નાં થાંભલાઓ ઉપર વેપારીઓ સ્કૂલ સંચાલકો, સંસ્થાઓ, ટ્યુશન કલાસ,હોસ્પિટલ, હોટલ,રેટોરન્ટ દ્વારા ગેરકાયદેસર પોતાના ધંધા ની જાહેરાત ના હોર્ડિંગ બોર્ડ લગાવી દેતા અવારનવાર શોર્ટ સર્કિટ થવાના નાના મોટા બનાવો બનતા રહે છે
જેને લીધે વીજ પુરવઠો બંધ રહે છે અને વીજ બોર્ડ ના કર્મચારીઓ વીજ ફોલ્ટ દૂર કરવા થાંભલા ઉપર ચડવા માટે આવા હોર્ડિંગ બોર્ડ નડતર રૂપ બનતા હોય છે જેને કારણે વીજ બોર્ડ ના કર્મચારીઓ ને જીવ જોખમમાં મુકાય છે ઘણી વાર આવા હોર્ડિંગ બોર્ડના કારણે લોખંડના આખા થાંભલા માં કરંટ આવતો હોય છે જેને કારણે રાહદારીઓની પણ સલામતી જોખમાતી હોય છે પીજીવીસીએલ ની બેદર કારી ને કારણે કોઈ વ્યક્તિ નું વીજ કરંટ ને કારણે મૃત્યુ થાય તે પહેલાં શહેર ભરનાં વીજ થાંભલા ના હોર્ડિંગ બોર્ડ યુધ્ધ ના ધોરણે ઉતારી લેવા લોક માંગ ઉઠવા પામી છે.