ગોંડલ ની ચકચારી ઘટના માં કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા નો ખુલાસો:દરબાર વેસ્ટ કોર્પોરેશન નાં માલીક નાં આક્ષેપો વાહીયાત,પોલીસ તટસ્થ તપાસ કરે:બદનક્ષી અંગે કાનુની પગલા લેવાશે.
ગોંડલ નગરપાલિકા માં ડોર ટુ ડોર કલેક્શન કોન્ટ્રાક્ટ નાં ટેન્ડર મુદ્દે સુરત નાં કોન્ટ્રાક્ટર નું અપહરણ કરી ઢોરમાર માર્યા ની કોન્ટ્રાક્ટર બીપીનસિંહ પીલુદરીયાએ પોલીસ માં આપેલા નિવેદન અંગે જેમની પર આક્ષેપ કરાયો છે તે કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ ભરી સમગ્ર ઘટનાં નો ખુલાસો કર્યો છે.
રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે બીપીનસિંહ પીલુદરીયા નાં આક્ષેપો વાહીયાત છે.હકીકત માં રુ.૧૨ કરોડ નું કોઈ ટેન્ડર જ નથી.અત્યાર સુધી નગરપાલિકાનો સેનીટેશન વિભાગ ટેક્ષ ની રકમથી ચાલતો હતો.સેનીટેશન વિભાગ નાં ખર્ચ ની વ્યવસ્થા ભંડોળ માંથી કરાતી હતી. દર મહિને રૂપિયા 35 થી 40 લાખનો ખર્ચ થતો હતો રાજ્ય સરકારની 15મી નાણાપંચની યોજના અંતર્ગત પાલિકામાં રકમ જમા થતા તેના અનુસંધાને શેની ટેશન વિભાગ નાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આમ કરવાથી દર મહિને 35 થી 40 લાખ ની બચત થતી હોય ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી.ટેન્ડર પ્રક્રિયામાં પ્રથમ વખત મળેલા ટેન્ડરમાં કોઈ કંપની ક્વોલીફાઈડ ના હોય બીજો પ્રયત્ન કરાયો હતો તેમાં પણ ટેન્ડર ભરનારાઓના ડોક્યુમેન્ટ અપૂર્ણ હોય ત્રીજો પ્રયત્ન કરાતા સુરતના દરબાર વેસ્ટ કોર્પોરેશન દ્વારા ટેન્ડર ભરાયું હતું જ્યારે આ ટેન્ડર ખોલાવ્યું ત્યારે તેના મેનેજરની પણ હાજરી હતી પરંતુ ટેન્ડરમાં અપૂર્ણતા હોય ક્ષતિ પુર્તતા કરવા પાંચ દિવસની મુદત અપાઈ હતી. પરંતુ દરબાર વેસ્ટ કોર્પોરેશનના બીપીનસિંહ પીલુદરીયાએ નારાજ થઈ અમારાં વિરુદ્ધ ખોટા તથા પાયાવિહોણા આક્ષેપ સાથે પોલીસ તથા અન્યને અરજીઓ કરી હતી
.તા.૨૨ નાં બીપીનસિંહ તથા કોગ્રેસી આગેવાનો નગર પાલીકા માં મારી ચેમ્બર માં મળવાં આવ્યાં હતા.તેમનાં ટેન્ડર ની ક્ષતિપુર્તતા અંગે અમો વાત કરતા હતા.ત્યારે કોંગ્રેસ નાં મિત્રોએ ચેમ્બર બહાર નિકળીજવાનું કહેતા બીપીનસિંહ ચાલતા થયા હતા.આ દિવસે ભારત વિકાસ યાત્રા તથા રીબડા ખાતે સંમેલન માં જવાનુ હોય મારાં ઘરેથી જમીને હું તથા સદસ્ય ચંદુભાઈ ડાભી પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા નાં કાર્યાલય થી રીબડા જવા લોકોને એકઠા કરી રીબડા જવા નિકળ્યા ત્યારે અક્ષરમંદિર પાસે બીપીનસિંહ તથા સતાણીભાઇ તેમની ગાડી પાસે ઉભા હોય હું સ્વાભાવિકપણે મળવાં ગયો ત્યારે વાતચીત દરમિયાન બીપીનસિંહે સમાધાનકારી વલણ દાખવી તેમણે કરેલી અરજીઓ પાછી ખેચી લેવીછે તેવુ કહેતા તેમની ગાડીમાં બેસીને હું જયરાજસિંહ જાડેજા નાં કાર્યાલયે ગયો હતો.જો બીપીનસિંહ નુ અપહરણ કરાયુ હોય તો તેમની ગાડી માં હું બેસુ ખરા? તેવું કહી રાજેન્દ્રસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે જયરાજસિંહ જાડેજા નગરપાલિકાની સંકલન સમિતિમાં સભ્ય હોય તેમની સાથે બીપીનસિંહ નો પરિચય કરાવી બીપીનસિંહ અરજીઓ પાછી ખેંચી લે છે તેવું કહેતા જયરાજસિંહે ઓફિસમાં બેસાડી શાંતિથી વાત કરી લેવાનું કહેતા કાર્યાલયની ઓફિસમાં જ બીપીનસિંહે પોતાના લેટરપેડ પર સ્વહસ્તે લખાણ કર્યું હતું બાદમાં મેં નગરપાલિકાના ચીફ ઓફિસર અશ્વિન વ્યાસને જયરાજસિંહના કાર્યાલય પર બોલાવી બીપીનસિંહ ના લખાણનું નોટરી કરાવવાનું કહેતા ચીફ ઓફિસરની સરકારી ગાડીમાં બીપીનસિંહ ચીફ ઓફિસર સાથે પ્રગટેશ્વર ઝેરોક્ષ ની દુકાને ગયા હતા આ દરમિયાન હું અને ચંદુભાઈ ડાભી રીબડા ગયા હતા અને ત્યાંથી પરત ફરી બીપીન સિંહને મળતા વાતો કરી અમો છૂટા પડ્યા હતા આમાં અપહરણ કે ઢોરમાર માર્યા ની વાત ક્યાં આવે છે તેવો સવાલ કરી રાજેન્દ્રસિંહ જાડેજા એ કહ્યુ કે ગોંડલ થી નીકળી બીપીનસિંહ ચોટીલા રાત્રી રોકાણ કર્યું હતું અને બાદમાં સુરત ગયા હતા જો ખરેખર ઢોર માર્યો હોય તો તેમણે સારવાર લેવી પડે પણ આવું કંઈ જ બન્યું ના હોય માત્ર કોંગ્રેસના કહેવાથી જ તેમણે અમારા પર ગલત આક્ષેપો કર્યા છે લોકસભાની ચૂંટણી નજીક આવતી હોય અને ગોંડલમાં નગરપાલિકા ભાજપ ની હોય માત્ર બદનામ કરવાના ઇરાદાએ કોંગ્રેસે બીપીન સિંહને હાથો બનાવી અમારી વિરુદ્ધ ખોટી ફરિયાદો કરી છે જિલ્લા પોલીસવાળા સહિત પોલીસ અધિકારીઓને અમારી રજૂઆત છે કે આ બનાવમાં તટસ્થ તપાસ કરે જો અમો કસરવાનું હોય તો અમોને જરૂર સજા કરે અન્યથા અમારા દ્વારા બીપીનસિંહ ઉપર માનહાની નોંધાવી કાનુની લડત અપાશે.