કરૂણા અભિયાન-૨૦૨૪’: રાજકોટ જિલ્લામાં પક્ષી બચાવવા વનવિભાગ દ્વારા કંટ્રોલરૂમના હેલ્પલાઈન નંબર જારી કરાયા.

ઉત્તરાયણ વખતે પતંગ દોરાથી ઘવાતાં અનેક પક્ષીઓને સમયસર સારવાર આપીને બચાવવા ગુજરાત સરકારે ‘કરૂણા અભિયાન’ની પહેલ કરી છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં વન વિભાગ દ્વારા સરકારના અન્ય સંબંધિત વિભાગો, બિનસરકારી સંસ્થાઓ અને સામાન્ય પ્રજાના સહયોગથી ૧૦ જાન્યુઆરીથી ૨૦ જાન્યુઆરી દરમિયાન ‘કરૂણા અભિયાન-૨૦૨૪’નું આયોજન કરવામાં આવ્યું છે.

સામાજિક વનીકરણ વિભાગના નાયબ વનસંરક્ષકની યાદીમાં જણાવાયું છે કે, ‘કરૂણા અભિયાન ૨૦૨૪’ અંતર્ગત રાજકોટ જિલ્લાના દરેક તાલુકામાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રીની કચેરી ખાતે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. જો કોઈ ઘાયલ પક્ષી દેખાય તો તેને સમયસર સારવાર મળી રહે તે માટે હેલ્પલાઈન નંબર પર જાણ કરવા અપીલ કરવામાં આવે છે.

તાલુકા – સંપર્ક નંબર

રાજકોટ – ૯૨૬૫૩ ૧૩૧૫૩

લોધિકા – ૯૯૦૯૩ ૦૫૫૦૫

ઉપલેટા – ૯૭૨૩૪ ૧૦૦૭૨

કોટડાસાંગાણી – ૯૦૯૯૦ ૮૦૨૭૩

જેતપુર – ૯૦૯૯૯ ૬૨૦૬૨

પડધરી – ૭૯૯૦૨ ૪૭૪૦૫

ધોરાજી – ૯૪૨૬૫ ૧૯૭૬૧

ગોંડલ – ૯૯૦૪૬ ૦૦૩૦૮

જામકંડોરણા – ૯૯૨૫૦ ૦૭૨૦૨

વિંછિયા – ૭૦૪૬૨ ૫૦૨૨૫

જસદણ – ૮૨૦૦૯ ૬૫૦૬૭

error: Content is protected !!