જન્માષ્ટમી નિમિત્તે રાધાકૃષ્ણ મંદિરે એ ભગાવન શ્રી કૃષ્ણ ની મહાઆરતી અને પૂજનનુ આયોજન કરાયું.

Loading

વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત અને જન્માષ્ટમી સમિતિ દ્વારા આયોજિત આ વર્ષે કોરોના મહામારી ના પગલે હળવદ શહેર માં નીકળતી શોભાયાત્રા નું આયોજન બંધ રાખી અને ફક્ત કૃષ્ણ જન્મ ની ઉજવણી મહા આરતી નુ આયોજન કરાયું હતું હળવદ શહેર માં છેલ્લા ૩૨ વર્ષ થી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારાશ્રી કૃષ્ણ જન્માષ્ટમી ના પવિત્ર દિવસે અને વિશ્વ હિન્દુ પરિષદ સ્થાપના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ ની શોભાયાત્રા વાજતે ગાજતે પરંપરાગત રીતે નીકળતી ‌શોભાયાત્રા મા જેમાં ઢોલ નગારા , ડી.જે ના તાલે ભાવિક ભક્તો કૃષ્ણ મય બની અને તહેવાર ની ઉજવણી કરતા આવ્યા છે

પરંતુ વર્તમાન સમયે કોરોના મહામારી ને અનુલક્ષીને સૌરાષ્ટ્ર ની ૩ નંબર પર આવતી ભવ્યાતિભવ્ય ૩૩ મી શોભાયાત્રા નું આયોજન કરી ફક્ત ભગવાન શ્રી કૃષ્ણ ની પૂજા અર્ચના કરી અને મહાઆરતી નો કાર્યક્રમ મોરબી દરવાજા શ્રી રાધા કૃષ્ણના મંદિર ખાતે યોજાયો હતો આ પ્રસંગે ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા જન્માષ્ટમી મહોત્સવ સમિતિના અધ્યક્ષ ડો. મિલન માલમપરા. તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા. વિજયભાઈ જાની માર્કેટિંગ યાર્ડ ના પૂર્વ પ્રમુખ જશુભાઈ પટેલ . ગુજરાત પ્રદેશ બજરંગદળ ના સંયોજક ભાવેશ ભાઈ ઠક્કર .જિલ્લા સંયોજક પરેશભાઈ રાવલ. રાજુભાઈ દવે.ધીરૂભા ઝાલા .ડો સી ટી પટેલ. ધનશ્યામ ભાઈ દવે . બિપીન ભાઈ દવે. રણછોડભાઈ દલવાડી. સહિતના ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદના લલિત ભાઈ ઠક્કર ઈશ્વરભાઈ .દલવાડી શહેર યુવા ભાજપ પ્રમુખ ‌તપનભાઈ દવે .વિજયભાઈ ભરવાડ. રશ્મિભાઈ દેથરીયા . અલ્પેશભાઈ પટેલ સહિતના કાર્યકર્તાઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે રાજકીય સામાજિક અને ધાર્મિક આગેવાનો જોડાયા હતા કાર્યક્રમ ના અંતે જન્માષ્ટમી મહોત્સવ સમિતિ ના અધ્યક્ષ ડૉ. મિલનભાઈ માલમપરા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને કોરોના ના અનુસંધાને હળવદ ની ધર્મપ્રેમી જનતા ને ઘરે રહી અને શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ની ઉજવણી કરવા અનુરોધ કર્યો હતોઆ કાર્યક્રમ ને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ના કાર્યકર્તાઓ એ ભારે જહેમત ઉઠાવી હતી

હળવદ. રમેશ ઠાકોર દ્વારા

error: Content is protected !!