ગોંડલના રુપાવટી માં યુવાને ગળાફાંસો ખાધો:પરીવાર પ્રસંગ માં ગયો હતો પાછળ થી યુવાને આત્મઘાતી પગલુ ભર્યુ.

ગોંડલ નાં રુપાવટી ગામે રહેતા યુવાને ઘરે એકલો હતો ત્યારે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ હતુ.
પ્રાપ્ત વિગત મુજબ રુપાવટી રહેતા અને ફેબ્રીકેશનમાં મજુરી કરતા સોહીલ જાહીદભાઇ આમદાણી ઉ.23 પોતાનાં ઘરે એકલો હતો ત્યારે વહેલી સવારે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.
સોહીલ નો પરીવાર સગાઇ પ્રસંગે બહાર ગામ ગયો હતો.સોહીલ પણ સાથે ગયો હતો.પણ તે વહેલા ઘરે આવી ગયો હતો.
સવારે તેના પિતાએ ફોન કર્યા હોય ફોન ઉપડતા ના હોય સબંધીને ઘરે જઈ તપાસ કરવાનું કહેતા સબંધીએ ઘરે જઈ બારણું ખખડાવ્યુ હતુ.પરંતુ કોઈ જવાબ નહી મળતા બારણુ તોડ્યુ હતુ.ઘરમાં પ્રવેશ કરી રુમ માં જોયુ તો સોહીલ દોરડે લટકતો હતો.બાદ માં તુરંત તેનાં પરીવાર ને જાણ કરાતા બધા હાફળા બની રુપાવટી દોડી આવ્યા હતા.અને રોકકળ મચી જવા પામી હતી.
સોહીલ બે ભાઇઓ નાં પરીવાર માં નાનો હતો.
બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરીછે.

error: Content is protected !!