ગેરકાયદેસર બાંધકામ કરનારાઓ ચેતજો : ગોંડલ શહેરમાં કડિયા લાઇન રોડ ઉપર આવેલ અનઅધિકૃત અને પરવાનગી વગરના બાંધકામને તોડી નાખવાનો નામદાર ગોંડલ કોર્ટ દ્વારા હુકમ.

આ કેસની વિગત એવી છે કે ગોંડલના રાજમાર્ગ કડિયા લાઈન રોડ ઉપર અંબરીશકુમાર વિજયકુમાર ઉદેશી તથા સહદેવસિંહ હિતેન્દ્રસિંહ જાડેજા દ્વારા ગોંડલ નગરપાલિકા પાસેથી બાંધકામની કોઈપણ જાતની પરવાનગી મેળવ્યા વિના ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સ જે મીઠાણી ચેમ્બર્સ તરીકે ઓળખાય છે

તે ગેરકાયદેસરના બાંધકામ વિરુદ્ધ વાદી અતુલ જયપ્રકાશ ઉદેશી દ્વારા નામદાર ગોંડલ કોર્ટમાં આ અમરીશકુમાર વિજયકુમાર ઉદેશી તથા સહદેવસિંહ હિતેન્દ્રસિંહ જાડેજા તથા ગોંડલ નગર સેવા સદન ને પ્રતિવાદીઓ બનાવી દાવો કરાયેલ. જે કામે વાદીના એડવોકેટ હરિન એન. પુઆર દ્વારા કરાયેલ લંબાણપૂર્વકની દલીલો ધ્યાને લઈ નામદાર જજ શ્રી આર્યા રામકુમાર સાહેબ દ્વારા વાદીની આંક-૫ ની અરજી અન્વયે તા.૨૮/૧૨/૨૦૨૩ ના રોજ હુકમ કરી ગોંડલ નગર સેવાસદને આવું ગેરકાયદેસર બાંધકામ કરનારા અંબરીશકુમાર વિજયકુમાર ઉદેશી તથા સહદેવસિંહ હિતેન્દ્રસિંહ જાડેજા ને દિવસ-૧૦ ની નોટિસ આપી આ બાંધકામ તોડી પાડવા તથા તે તોડી પાડવાનો ખર્ચ બાંધકામ કરનારા પાસેથી વસૂલ કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામે વાદી અતુલ જયપ્રકાશ ઉદેશી ના એડવોકેટ તરીકે ગોંડલના ખ્યાતનામ ધારાશાસ્ત્રી હરિન એન. પુઆર રોકાયેલા હતા.

નામદાર કોર્ટના આ હુકમથી ગેરકાયદેસર બાંધકામ કરનારાઓમા ફફડાટ વ્યાપી ગયેલ છે ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગોંડલના ખૂબ જ ચર્ચાસ્પદ ગેરકાયદેસર બાંધકામ ડોક્ટર વેકરીયા સાહેબની હોસ્પિટલના ગેરકાયદેસરના બાંધકામને તોડી પાડવાનો હુકમ પણ વકીલ શ્રી હરિન પુઆર દ્વારા કોર્ટ કાર્યવાહીથી મેળવવામાં આવેલ.

error: Content is protected !!