મોવિયા ધામ વડવાળી જગ્યા દ્વારા ત્રણ દીવસ સુધી ચિકનગુનિયા પ્રતિરોધક આયુર્વેદિક ઉકાળાનુ વિનામૂલ્યે વિતરણ કેમ્પનું આયોજન.
સંતશ્રી ખીમદાસ બાપુ ચૈતન્ય સમાધિ મંદિર વડવાળી જગ્યા મોવિયા ધામ દ્વારા અનેક લોક ઉપયોગી સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. આ જગ્યા ના ગાદીપતિ સેવાના ભેખધારી પુજ્ય મહંત શ્રી ભરતબાપુ અને ધર્માચાર્ય અલ્પેશ બાપુ નો જીવનમંત્ર સેવા પરમો ધર્મ છે.
રાજકોટ જિલ્લા પંચાયત તેમજ જીલ્લા આયુર્વેદ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદીક દવાખાના ના સહયોગથી સોમવારથી બુધવાર સુધી ત્રણ દિવસ વિનામૂલ્યે આયુર્વેદિક ઉકાળા વિતરણ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે. ઉકાળા વિતરણ નો સમય સાંજ ના 8થી10 વાગ્યા સુધી નો રેહસે. આ તકે પુજનીય સંતો મહંતો અને ગામના રાજકીય સામાજીક આગેવાનો દ્વારા આ કેમ્પ નું દિપ પ્રાગટ્ય કરવામા આવસે.
પુજ્ય ધર્માચાર્ય અલ્પેશબાપુ ના માર્ગદર્શન મુજબ શરીરમાં સ્ફૂર્તિ અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ચોવીસ પ્રકારની ઔષધીય વનસ્પતિઓ અને જડીબુટ્ટીઓથી તૈયાર થયેલ ઉકાળા નું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક અને ઉપયોગી નીવડે છે. હાલમાં ભયંકર ચિકનગુનિયા ના રોગે ભરડો લીધો છે ત્યારે વિશેષ કરી ને ગામડાઓમાં આ રોગને નાથવા માટે આયુર્વેદીક કડવાણી પી ને રોગમુક્ત થય શકાય છે.