હળવદના ભવાની ભૂતેશ્વર મંદિરે એ ૨૫૦ વર્ષો માં પહેલીવાર લોકમેળો બંધ રહ્યો.

સરકાર દ્વારા કોરોનાની મહામારી લડવા માટે કોરોના  કેસો ને અંકુશ માં લાવવા માટે સરકારે જાહેર કરેલ ગાઇડલાઇન મુજબ લોકમેળા તેમજ ધાર્મિક કાર્યક્રમો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે   હળવદ નગરપાલિકા દ્વારા સંચાલિત  હળવદ ના વેગડવાવ રોડ ઉપર આવેલ  ભવાની ભૂતેશ્વર મંદિર એ છેલ્લા ૨૫૦ વર્ષથી લોકમેળો નુ આયોજન કરવામાં આવે છે.

 આ વર્ષે સરકાર ની ગાઈડલાઈન મુજબ કોરોનાના પગલે લોકમેળો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આ અંગે ભવાની ભૂતેશ્વર મંડળના પ્રમુખ ચંદુભાઈ રાવલ મંત્રી હસુભાઈ દવે ને પૂછતા તેવોએજણાવ્યું હતું કે હળવદના વેગડવાવ રોડ આવેલ સ્મશાનમાં સામે વિવિધ જ્ઞાતિના સતી શુરો ના પાળિયાઓ ૧૦૦૦ થી ૧૨૦૦ વર્ષ થી અહીમોજુદ છે.


 બાજુમાં ભવાની ભૂતેશ્વર મંદિર આવેલું છે આ મંદિરમાં શીતળા માતાજી .ભવાની માતાજી .હનુમાન દાદા ગણપતિદાદા  સહિતના દેવીદેવતાઓમંદિરમા બિરાજમાન  ભવાની ભૂતેશ્વર મહાદેવ મંદિર  તરીકે ઓળખાતું આ મંદિર એ
છેલ્લા ૨૫૦ વર્ષથી  સાતમ આઠમ માં લોકમેળો યોજાય છે પરંતુ આ વર્ષે કોરોનાની મહામારી ના કારણે લોક મેળો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમ જણાવ્યું હતુ.

હળવદ રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!