ચાચરિયા પ્રાથમિક શાળાની કલા ઉત્સવમાં હેટ્રિક.

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાની અંતરિયાળ વિસ્તારની શ્રી ચાચરિયા પ્રાથમિક શાળા છેલ્લા પાંચ વર્ષમાં સમગ્ર બોટાદ જિલ્લામાં અજવાસી બનીને ઉભરી આવી છે…સતત ઈનોવેટિવ પ્રયોગો, અનેકવિધ મુલ્યલક્ષી અને સંસ્કારવર્ધક પ્રવૃતિઓથી શ્રેષ્ઠ શિક્ષણ આપતી આ સરકારી શાળા સમગ્ર ગુજરાતભરમાં આદર્શ સ્થાપી રહી છે ત્યારે વધુ એક વખત સરકારશ્રી અને શિક્ષણ વિભાગનાં બાળ કેળવણી અને સુષુપ્તશકિતની ખીલવણીના શ્રેષ્ઠતમ પ્રયાસ એવાં કલા ઉત્સવમાં સતત ત્રીજી વખત રાજ્ય કક્ષાએ ઝળકશે…
સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ લેખક,કવિ,મોટિવેશનલ સ્પીકર, શ્રેષ્ઠ એન્કર અને ઈનોવેટિવ શિક્ષક તરીકે ખૂબ જાણીતાં શ્રી પ્રવીણભાઈ ખાચર સાહેબના ઉત્તમ માર્ગદર્શન, શાળાનાં શ્રેષ્ઠ આચાર્યશ્રી પ્રકાશભાઈ અને શાળા પરિવારનાં દિશા દર્શન હેઠળ ચાલુ વર્ષનાં ભાવનગર ડાયટ ખાતેનાં ઝોન કક્ષાના કલા ઉત્સવમાં શ્રી ચાચરિયા પ્રાથમિક શાળાના બાળકવિ લીંબડિયા નયન જિતેન્દ્રભાઈ પ્રથમ ક્રમે પસંદગી પામી સમગ્ર બોટાદ જિલ્લાનું ગૌરવ બન્યો છે…ફરી ફરી સરકારી શાળા શ્રેષ્ઠ શાળા સુત્રને ચરિતાર્થ કરતી શ્રી ચાચરિયા પ્રાથમિક શાળાનાં શાળા પરિવારને ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ.

error: Content is protected !!