ગોંડલ માં ટ્રક હડફેટે ચડેલા માશુમ બાળક નું પિતાની નજર સામે કરુણ મોત.

ગોંડલ નાં ઘોઘાવદર ચોક થી રેતીચોક તરફ જતા રોડ પર માતેલા સાંઢ માફક ધસી આવેલા ટ્રક ચાલકે ત્રણ વર્ષ નાં માશુમ બાળક ને હડફેટે લેતા ટ્રક નાં પાછળ નાં જોટામાં આવી જવાથી ગંભીર ઇજાને કારણે બાળક નું કરુણ મોત નિપજ્યુ હતુ.
પ્રાપ્ત વિગત મુજબ સાંજનાં સુમારે રેતીચોક તરફથી પૂરપાટવેગે આવી રહેલા જીજે ક્યુ 4 x ૫૭૬૯ નંબર નાં ટ્રકચાલકે રોડ પાસે રમી રહેલા વિવાન સુનિલભાઇ ગણાવા ઉ.૩ ને હડફેટે લેતા માશુમ નું ઘટનાસ્થળે મોત નિપજયું હતું.
વિવાન નાંપિતા સુનિલભાઇ મુળ દાહોદ ના અને હાલ ગોંડલ મોવિયા રોડ પર આવેલા સિમેન્ટ નાં કારખાના માં મજુરીકામ કરેછે.સંતાન માં બે પુત્રો જેમા મૃતક નાનો હતો.બનાવ અગે સીટી પીએસઆઇ ગોયલે તપાસ હાથ ધરીછે.

error: Content is protected !!