અકસ્માત મૃત્યુ ના ગુનાના આરોપીને છોડી મુકતો ગોંડલ કોર્ટનો હુકમ.

ગોંડલ તાલુકાના ઘોઘાવદર નજીક આરોપી રાજેશભાઈ અજરામભાઈ ભાગીયા એ તેના હવાલા વાળુ ડમ્પર પુર ઝડપે અને ગફતલભરી માનવજીંદગી જોખમાય તે રીતે ચલાવી વિપુલભાઈ બાવકુભાઈ ઓલા નામની વ્યકિત ટ્રક લઈને આવતા હતા તેની સાથે ભટકાડી દેતા ટ્રક પલટી મારી જતા વિપુલભાઈને માથામા પાછળના ભાગે તથા કપાળમા ગંભીર ઈજા તથા જમણા પગે તથા શરીરે ગંભીર ઈજા કરી મોત નિપજાવી નાસી જતા મરણજનારના ભાઈએ આઈ.પી.સી. કલમ-૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી.એકટની કલમ-૧૭૭, ૧૮૪, ૧૩૪ હેઠળની ફરીયાદ આરોપી સામે નોંધાવેલ જે ફોજદારી કેસમાં આરોપીએ તેના બચાવ માટે ગોંડલના વકીલ નિરંજય એસ. ભંડેરી ને નિયુકત કરી પોતાની સામે નોંધાયેલ ગુનો કબુલ નહી રાખતા કેસ ચલાવવામા આવેલ જે કેસ ચાલી જતા ફરીયાદ પક્ષે કુલ–૯સાહેદો તપાસવામાં આવેલ જેની આરોપીના વકીલ શ્રી એ ઉલટતપાસ કરેલ અને ફરીયાદ પક્ષે કુલ-૧૮ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામા આવેલ ત્યારબાદ આરોપીના વકીલ એ મુખ્યત્વે એવી દલીલો કરેલ કે, પોલિસ તપાસ દરમ્યાન બનાવ ને નજરે જોનાર કોઈ સાહેદ મળી આવેલ નથી કે બનાવ કોની બેદરકારીના કારણે બનેલ છે તે હકીકત ફરીયાદપક્ષ સાબિત કરવામા નિષ્ફળ નિવડેલ છે જેથી ફરીયાદ પક્ષ પોતાનો કેસ નિઃશંકપણે પુરવાર છ કરી શકેલ નથી અને તે મુદા ઉપર નામદાર સર્વોચ્ય અદાલતના ચુકાદાનો રેફરન્સ લઈ દલીલો કરતા આરોપીના વકીલ શ્રી ની દલીલ સાથે સહમત થઈ ગોંડલના મહે. સેકન્ડ એડી. સિવિલ જજ તથા જયુડી. મેજી. ફ. ક. શ્રી આર.એસ.રાઠોડ સાહેબ એ આરોપીને છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

error: Content is protected !!