ગોંડલ તાલુકાના ઘોઘાવદર માં વૃદ્ધાએ ગળાફાંસો ખાઈ મોત મીઠું કર્યુ: દિકરાઓ થી અલગ એકલા રહેતા હતા.

Loading

ગોંડલ તાલુકા નાં ઘોઘાવદર ગામે રહેતા વૃદ્ધાએ પોતાનાં ઘરે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ ઘોઘાવદર રહેતા શાંતાબેન જીવાભાઇ ડોબરીયા ઉ.૭૬ બપોર નાં સુમારે પોતાનાં ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
બનાવ ની જાણ બાજુમાં રહેતા તેમના પુત્ર ને થતા દોડી ગયા હતા.અને માજી નાં મૃતદેહ ને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.
શાંતાબેન ને બે પુત્રો છે.જે પૈકી એક ઘોઘાવદર અને એક ગોંડલ રહેછે.શાંતાબેન બન્ને પુત્રો થી અલગ રહેતા હતા.બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!