વિકસિત ભારત સંકલ્પ યાત્રા ધોરાજી તાલુકામાં નાની વાવડી ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઈ.
સાંસદસભ્યશ્રી રમેશભાઈ ધડુક તથા ધારાસભ્યશ્રી ડો. મહેન્દ્ર પાડલીયાની ઉપસ્થિતિમાં આસપાસના ૧૦ ગામ માટે ઘન કચરાના નિકાલ માટે ઈ-રીક્ષાનું લોકાર્પણ.
કેન્દ્ર – રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા નાગરિકો સુધી પહોંચાડવા માટે આયોજિત “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં નાની વાવડી ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” સાંસદસભ્યશ્રી રમેશભાઈ ધડુક તથા ધારાસભ્યશ્રી ડો. મહેન્દ્ર પાડલીયાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
સ્વચ્છ ભારત મિશન(ગ્રા) અંતર્ગત ૧૫માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ભાદાજાળીયા, નાની મારડ, નાગલખડા, ચિચોડ, છત્રાસા, ભોળગામડા, ઉદકીયા, ભૂતવ, ઉમરકોટ, નાની વાવડી એમ કુલ ૧૦ ગામનાં ઘન કચરાના નિકાલ માટે ઈ-રીક્ષાનું લોકાર્પણ સાંસદસભ્યશ્રી રમેશભાઈ ધડુક તથા ધારાસભ્યશ્રી ડો. મહેન્દ્ર પાડલીયાની ઉપસ્થિતિમાં મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ તકે સાંસદસભ્યશ્રી રમેશભાઈ ધડુકએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ નાગરીકો સમીપ જઈ કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓથી માહિતગાર કરી રહ્યો છે. ટેકનોલોજીના આ યુગમાં દરેકના ઘરમાં મોબાઈલ ઉપલબ્ધ હોય છે ત્યારે મોબાઈલનો સદુપયોગ કરી સરકારની યોજનાઓ, સરકારની કામગીરીની માહિતી મેળવવી જોઈએ. સામાન્ય માણસ માટે આરોગ્યલક્ષી સારવાર આયુષ્માન કાર્ડમાં નિઃશુલ્ક થઈ રહી છે. નલ સે જલ યોજના થી આજે ઘરે ઘરે પાણી પહોંચ્યું છે. સરકાર દરેક નાગરીકના વિકાસ માટે કટિબદ્ધ છે ત્યારે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા નાગરિકોને અનુરોધ કર્યો હતો. સાંસદસભ્યશ્રીએ ગાયનું મહત્વ સમજાવી બહેનોને પશુપાલન માટે તથા મહત્વ સમજાવી ખેડૂતોને ગાય આધારિત ખેતી, જૈવિક ખેતી કરવા પ્રોત્સાહીત કર્યા હતા.
ધારાસભ્યશ્રી ડો. મહેન્દ્ર પાડલીયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમ સ્થળે પશુ આરોગ્ય કેમ્પ, સરકારની કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપતા સ્ટોલ, હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાય વિતરણ તથા ગામની સશકત કિશોરી, તેજસ્વી વિદ્યાર્થીઓ, રમતવીર, સ્થાનિક કલા કારીગરને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.
પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો સંદેશ પાઠવતી “ધરતી કહે પુકાર કે” નામક નૃત્ય નાટિકા પ્રસ્તુત કરવામાં આવી હતી. “મેરી કહાની, મેરી જુબાની” થીમ અન્વયે યોજનાકીય લાભ મેળવેલ લાભાર્થીઓએ સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો પ્રજાજોગ વિકસિત ભારત સંકલ્પ અન્વયેનો રેકોર્ડ કરેલો સંદેશો સાંભળી લોક કલ્યાણકારી યોજનાઓનાં લાભાર્થીઓનાં પ્રતિભાવો દર્શાવતી શોર્ટ ફિલ્મ નિહાળી હતી. ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા શપથ ગ્રહણ કર્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષશ્રી ભાનુબેન બાબરીયા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી રવિભાઈ વડાલીયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી રામભાઈ હેરભા, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી આર.વી.ગોહિલ, મામલતદારશ્રી એ. પી.જોશી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી કાજલબેન જાની, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો. પી.એમ.વાછાણી, તાલુકા ફોરેસ્ટ ઓફિસરશ્રી નિહારિકાબેન પંડ્યા, બાળ સંકલિત યોજના અધિકારીશ્રી પાયલબેન ઓઝા, વિસ્તરણ અધિકારીશ્રી એમ.પી.સોજીત્રા, પશુપાલન વિભાગ, આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, આઈ.સી.ડી.એસ. સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.