ગોંડલ તાલુકા ના ગુંદાસરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં થી ઈંગ્લિશ દારૂના કટિંગ વેળાએ રાજકોટ રૂરલ એલ.સી.બી ત્રાટકી:૧૫,૮૧,૪૦૦/- મુદા માલ સાથે પ્રેમકુમાર રાવત જડપાયો.

Loading

ગોંડલ તાલુકાના ગુંદાસરા ની એકતા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી એક ઇસમને ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ- ૨૯૯ સાથે પકડી પાડતી રાજકોટ લૉકલ ક્રાઇમ બ્રાન્ચ,

રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ નાઓએ પ્રાહી જુગારના ગણનાપાત્ર કેસો શોઘી કાઢવા સુચના કરતા આજરોજ પોલીસ ઈન્સ. વી.વી.ઓડેદરા ની રાહબરી હેઠળ એલ.સી.બી. શાખાના પો.સબ ઇન્સ. એચ.સી.ગોહિલ નાઓ એલ.સી.બી. સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ ઈન્સ.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ.એચ.સી.ગોહિલ નાઓને મળેલ હકિકત આધારે ગોંડલ તાલુકા ગુંદાસરા ગામે એકતા ઇન્ડ.એસ્ટેટ વિસ્તારમાં આવેલ ભરતભાઇ શામજીભાઇ લાડાણીના ગોડાઉનમાં ફિરોજભાઇ ઉર્ફે ફિરીયો હાસમભાઇ મેણુ રહે.દેવપરા મેઇન રોડ ખ્વાજા એપાર્ટમેંટ ની સામે “ખ્વાજા મંજીલ” રાજકોટ તથા ધવલ રસીકભાઇ સાવલીયા રહે.મુળ નાગડકા તા.ગોંડલ જી. રાજકોટ હાલ રહે.રાજકોટ વાળાઓએ ભાગીદારીમાં ગે.કા. રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો બહારથી મંગાવી વેચાણ કરવાના ઇરાદે બીજા વાહનોમાં હેરફેર કરવાની પ્રવૃતિ (કટીંગ) કરતા હોય જે દરમ્યાન રેઇડ કરી એક ઇસમને ભારતીય બનાવટનો વિદેશી દારૂની ૭૫૦ એમ.એલ.ની અલગ અલગ બ્રાન્ડની દારૂની કુલ પેટી નંગ-૨૯૯ કુલ- બોટલ નંગ-૩૫૮૮ કુલ રૂ.૧૦,૭૬,૪૦૦/- ની કિંમતનો દારૂનો જથ્થો તેમજ આ દારૂનો જથ્થો હેરાફેરી માટે ઉપયોગમાં લીધેલ મહીન્દ્રા બોલેરો પીકઅપ રજી.નં. GJ 04 AW 7384 વાળુ વાહન કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ- ૧ કી.રૂ.૫,૦૦૦/- મુદામાલ મળી કુલ રૂપિયા- ૧૫,૮૧,૪૦૦/- ના મુદામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી

પ્રેમકુમાર લીંબારામ રાવત જાતે.રાજપુત ઉ.વ.૧૯ રહે.સવના તા.ભીંડર જી.ઉદયપુર (રાજસ્થાન)

પકડવાના બાકી આરોપી

(૧) ફિરોજભાઇ ઉર્ફે ફિરીયો હાસમભાઇ મેણુ રહે.દેવપરા મેઇન રોડ ખ્વાજા એપાર્ટમેંટ ની સામે, રાજકોટ (૨) ધવલ રસીકભાઇ સાવલીયા રહે.મુળ નાગડકા તા.ગોંડલ જી. રાજકોટ હાલ રહે.રાજકોટ

કબજે કરેલ મુદામાલ

(૧) વિદેશી દારૂની બોટલ ૭૫૦ એમ.એલ.ની પેટી નંગ-૨૯૯/- બોટલ નંગ- ૩૫૮૮ કિ.રૂ.૧૦,૭૬,૪૦૦/-

(૩) મહીન્દ્રા બોલેરો પીકઅપ રજી.નં. GJ 04 AW 7384 વાહન કિ.રૂ.૫,૦૦,૦૦૦/-

(૪) મોબાઇલ ફોન નંગ-૦૧, કિ.રૂ. ૫,૦૦૦/-, કુલ રૂ. ૧૫,૮૧,૪૦૦/- નો મુદામાલ

કામગીરી કરનાર ટીમ-

એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય પોલીસ ઈન્સ.વી.વી.ઓડેદરા તથા પો. સબ ઇન્સ. એચ.સી.ગોહિલ તથા પો.સબ ઇન્સ. ડી.જી.બડવા તથા પો. હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, પ્રહલાદસિંહ રાઠોડ, અનીલભાઈ ગુજરાતી, દિગ્વીજયસિંહ રાઠોડ, રૂપકભાઇ બોહરા તથા પો. કોન્સ. ઘનશ્યામસિંહ જાડેજા તથા રસીકભાઇ જમોડ તથા ભાવેશભાઇ મકવાણા તથા રજાકભાઇ બિલખીયા તથા વિરમભાઇ સમેચા સહિત ના તમામ કાર્યવાહી જોડાયેલા હતા.

error: Content is protected !!