રાજકોટના ઇન્ટરનેશનલ આર્ટીસ્ટ તેજસ શીશાંગીયાને IFA એવોર્ડ.
સુપ્રસિદ્ધ બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાના વરદ્દ હસ્તે એવોર્ડ થયો એનાયત
ધ ગ્રાન્ડ ગેલેકસીના પ્રીત કિરણભાઇ પટેલને પણ બેસ્ટ ઇવેન્ટ અને એન્ટરટેઇન્મેન્ટ કંપનીનો એવોર્ડ એનાયત
રાજકોટ જ નહીં સમગ્ર ગુજરાત અને વિશ્ર્વભરમાં ખ્યાતિપ્રાપ્ત અને બોલિવૂડના અસંખ્ય કલાકારો સાથે અને કલાકારો સામે લાઇવ પર્ફોમન્સ કરનાર તેમજ ખોડલધામના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં 5.23 લાખ લોકો સામે 100 કલાકારો સાથે બે કલાકનું લાઇવ પફોર્મન્સ આપીને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જનાર તેજસ શીશાંગીયાને તાજેતરમાં દિલ્હી ખાતે આયોજીત ઇન્ટરનેશનલ ફેમ એવોર્ડ (IFA) માં સુપ્રસિદ્ધ બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાના વરદ્દ હસ્તે આઇફા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. બેસ્ટ એન્કર એન્ડ પર્ફોર્મર ઇન ગુજરાત કેટેગરીમાં તેજસ શીશાંગીયાને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. જ્યારે બેસ્ટ ઇવેન્ટ એન્ડ એન્ટરટેઇન્મેન્ટ કંપની ગુજરાતનો એવોર્ડ ગ્રાન્ડ ગેલેકસીના પ્રીત કિરણભાઇ પટેલને એનાયત કરવામાં આવ્યો હતો.
ઇવેન્ટ મેનેજમેન્ટની પાઠશાળા ગણાતી ગ્રાન્ડ ગેલેક્સી ઇવેન્ટ મેનેજમેન્ટના પ્રિત કિરણભાઈ પટેલની ગણના વેડિંગ કોન્સેપ્ટના આઇકોન તરીકે થાય છે. 30થી વધુ વર્ષોથી ઇવેન્ટ મેનેજમેન્ટમાં ખાસ કરીને ડેકોર પાર્ટી, કોન્સર્ટ કોને કહેવાય તે ગુજરાતમાં ગ્રાન્ડ ગેલેક્સી ઇવેન્ટ મેનેજમેન્ટએ પ્રસ્થાપિત કર્યું છે. નવરાત્રિ અને લાઈવ કોન્સર્ટમાં જાજરમાન આયોજનની કેડી કંડારનાર ગ્રાન્ડ ગેલેક્સીના પ્રીત કિરણભાઈ પટેલને ઇવેન્ટ મેનેજમેન્ટમાં એવોર્ડ મળતાં રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ગૌરવની લાગણી છવાઈ છે.
સમગ્ર દેશમાંથી 100 પ્રતિભાવંત કલાકારોને IFA એવોર્ડ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. દિલ્હીના બેલલા મોન્ડે રિસોર્ટ ખાતે આયોજીત આ જાજરમાન એવોર્ડ સમારોહમાં બોલિવૂડની ખ્યાતનામ હસ્તીઓની ઉપસ્થિતિમાં આ એવોર્ડ વિતરણ સમારોહમાં રાજકોટના લોકલાડીલા એન્કર અને ગાયક તેજસ શીશાંગીયાને આ એવોર્ડ મળતા રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં હર્ષની લાગણી છવાઇ છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાતમાંથી માત્ર બે કલાકારોને જ આ એવોર્ડ મળ્યા હતા. જોગાનુજોગ એ બંને ધુરંધર વ્યક્તિઓ રાજકોટના જ હોવાથી શહેરમાં ખુશીની લાગણી છવાઇ છે. આ એવોર્ડમાં એક શિલ્ડ અને એક સર્ટીફીકેટ એનાયત કરવામાં આવે છે.
છેલ્લા 30 વર્ષથી મ્યુઝીક ફિલ્ડમાં અગ્રણી હરોળમાં નામ ધરાવતા તેજસ શીશાંગીયા જીલ એન્ટરટેઇન્મેન્ટ કંપની ઈંજઘ 9001 એપ્રુવલ્ડ મ્યુઝીક ગ્રુપ છે. જે ગ્રુપના નેજા હેઠળ તાજેતરમાં જ રાજકોટમાં આયોજીત મોદીના ગરબા સંદર્ભે આયોજીત થયેલા જાજરમાન સમારોહમાં આશરે સવા લાખ દર્શકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો જે પણ એક રેકોર્ડ બન્યો હતો. આ ઉપરાંત એક કોન્સેપ્ટ ક્રિએટર તરીકે તેજસ શીશાંગીયાએ ‘કસુંબીનો રંગ’, ‘હરહર મહાદેવ’, ‘રંગ છલકે’, ‘જલારામ જ્યોત’ જેવા સત્સંગના કાર્યક્રમો 36 કલાકારોની ટીમ સાથે આપવા ઉપરાંત ‘શ્રીનાથજીની ઝાંખી’ના 445 અને શ્રીનાથજી સત્સંગના 5000 થી વધુ કાર્યક્રમો આપીને ભારે લોકચાહના મેળવી છે.
તેજસ શીશાંગીયાની યશકલગીના વધુ પીંછા જોઇએ તો અત્યાર સુધીમાં તેઓએ ગુજરાતના મુખ્યમંત્રીઓ જેવા કે કેશુભાઇ પટેલ, નરેન્દ્રભાઇ મોદી, વિજયભાઇ રૂપાણી અને ભૂપેન્દ્રભાઇ પટેલના વિવિધ કાર્યક્રમોમાં સ્ટેજ સંચાલક તરીકેની ભૂમિકા બખૂબી નિભાવી છે. આ ઉપરાંત રાજકોટ શહેર પોલીસના તમામ ફંકશનોમાં છેલ્લા 10 વર્ષથી તેઓ બ્રાંડ એમ્બેસેડર તરીકે કાર્યરત છે. જ્યારે બોલિવૂડમાં કંગના રણૌત, ચિત્રાંગદાસિંહ, કિંગ કોન્સર્ટ, મંદિરા બેદી, સચેત પરંપરા કોન્સર્ટ, શ્રીમતિ કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી પરિવાર સહિતના દિગ્ગજોને પોતાની કાબેલિયતનો પરિચય આપી ચૂકયા છે. જ્યારે અબુધાબીમાં એક કાર્યક્રમ દરમ્યાન મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનની દર્શકદિર્ઘાની ઉપસ્થિતિમાં પરર્ફોમન્સ આપીને તેઓની પણ ચાહના મેળવી ચૂકયા છે. હવે જ્યારે તેજસ શીશાંગીયાને IFA એવોર્ડ એનાયત થયો છે ત્યારે તેમની 30 વર્ષની કારકિર્દીની યશકલગીમાં વધુ એક સોનેરી પીંછું ઉમેરાયું છે. લોકચહિતા કલાકારને આ એવોર્ડ એનાયત થતા જ તેમના મો.નં.98253 94320 પર અઢળક શુભેચ્છાઓનો વરસાદ થઇ રહ્યો છે.