ગોંડલ ડૈયા રોડ પર અકસ્માત ની ઘટનાં માં એકનું મોત: બે ઘાયલ:કાર ચાલકે બાઈક ને હડફેટ લેતા સર્જાયેલ અકસ્માત.
ગોંડલ ડૈયા રોડ પર ગત મોડી સાંજ નાં કાર ચાલકે ત્રિપલ સવારી માં જઈ રહેલા બાઈક ને હડફેટે લેતા પિતાની નજર સામે પુત્ર નું મોત નિપજ્યું હતું જ્યારે પિતા સહીત અન્ય વ્યક્તિ ઘાયલ થઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ ગત મોડી સાંજે ગોંડલ થી ડૈયા રોડ પર ડૈયેશ્રવર મહાદેવ મંદિર પાસે ત્રીપલ સવારી માં બાઈક પર ગોંડલ થી ડૈયા જઇ રહેલા સુરેશભાઈ રમશુભાઇ ભુરીયા ઉ.૨૫ તેના પિતા રમશુભાઇ તથા ભરતભાઇ ઠાકોર ને પુરપાટ ધસી આવેલા કાર ચાલકે હડફેટે લેતા બાઇક સહિત ત્રણેય ફંગોળાયા હતા.જેમાં ગંભીર ઇજાને કારણે સુરેશભાઈ નું ઘટનાં સ્થળે મોત નિપજ્યુ હતુ.જયારે રમશુભાઇ તથા ભરતભાઇ ને ઇજાગ્રસ્ત હાલત માં ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
બાઈક મૃતક સુરેશભાઈ નાં પિતા રમશુભાઇ ચલાવતા હતા.અકસ્માત થતા પિતાની નજર સામે પુત્ર નું મોત નિપજયું હતું.
સુરેશભાઈ તેના પરિવાર સાથે પચ્ચીસ દિવસ થી પ્રકાશભાઈ શિયારા ની વાડીએ ખેતમજુરી નાં કામે લાગ્યા હતા.સંતાન માં ત્રણ બાળકો હોવાનું જાણવા મળેલ હતું.બનાવ અગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરીછે.