હવેનાં યુદ્ધ વાયરસ થી લડાશે:ઘરે ઘરે આયુર્વેદ ને પહોચતું કરવુ પડશે:ગોંડલ માં અષટાંગ આયુર્વેદ ધામ નાં વૈદ મહેન્દ્રસિંહ સરવૈયા ની આરોગ્ય કથા.

ગોંડલ નાં ટાઉનહોલ ખાતે શહેર ની જાણીતી સંસ્થા તરાના કલબ તથા નગરપાલિકા નાં ઉપક્રમે અષટાંગ આયુર્વેદ ધામ તળાજા નાં વૈદ મહેન્દ્રસિંહ સરવૈયા ની આરોગ્ય કથાનું આયોજન કરાયું હતું.જેમાં તેમણે જીવનભર તંદુરસ્ત રહેવા નાં સુત્રો જણાવી કોરોના પછી આખુ વિશ્ર્વ યોગ તથા આયુર્વેદ તરફ નજર રાખીને બેઠું છે.તેવુ કહી કોરોના કાળ માં આયુર્વેદે નવી દિશા આપી હોવાનું જણાવ્યુ હતુ.
મહેન્દ્રસિંહ સરવૈયાએ કહ્યુ કે સંવેદના છે.ત્યાં વેદ છે.સ્વસ્થ જીવન માટે પ્રશન્ન મન હોવુ જરુરીછે. તેમણે એક સુત્ર આપતા કહ્યુ કે માથુ ઠંડુ પગ ગરમ અને પેટ છાતી થી બહાર નિકળવું જોઈએ નહી.એસીડીટી,ગેસ,કબજીયાત એ હૃદયરોગ કેન્સર ની નિશાની છે.તેમણે કહ્યુ કે પાણીને ખાવુ જોઈએ. મતલબ ખુબ શાંતિથી પાણી પીવુ જોઈએ, જ્યારે ભોજન ને પીવું જોઈએ. મતલબ એક કોળીયા ને ૩૨ વાર ચાવવો જોઈએ.જેથી લાળરસ ભળીને તે પ્રવાહી બની જાય.તેમણે હરડે,આમળા,બહેડા, ગળો,ગોખરુ સહીત ની ઔષધીઓ નું શરીર ની તંદુરસ્તી માટેનું મહત્વ સમજાવ્યું હતું.
મહેન્દ્રસિંહ સરવૈયાએ કહ્યુ કે ભાઇઓ વ્યસન તથા બહેનો ફેશન મુકીદે તો સમાજ તંદુરસ્ત બની જાય.
તરાના કલબ નાં પ્રમુખ યોગેન્દ્રસિહ ઝાલા,નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનિયારા,રાજેન્દ્રસિંહ જાડેજા,જયંતિભાઈ સાટોડીયા સહિત આગેવાનોએ ગોંડલ વતી મહેન્દ્રસિંહ સરવૈયાનું સન્માન કર્યુ હતું.

error: Content is protected !!