ચેક રીર્ટન કેસમાં આરોપીને ચેક મુજબ રકમ ચુકવવા તથા ૧- વર્ષની સજા ફટકારતી ગોંડલ એડિશનલ ચીફ કોર્ટ.

ગોંડલ તાલુકાના બંધીયા મુકામે રહેતા શિવભદ્રસિંહ ધર્મેન્દ્રસિંહ વાઘેલા પાસેથી ગોંડલ દરબાર ચોક પાસે રહેતા પ્રિયેશભાઈ ચેતનભાઈ ઉપાધ્યય એ રકમ રૂા.૪,૮૦,૦૦૦/- હાથ ઉછીના લઈ અને તે રકમ પરત કરવા ચેક આપેલ હોઈ જે ચેક બાઉસ થતા શિવભદ્રસિંહ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ તેમના વકીલ મારફત આરોપીને નોટીસ આપેલ પરંતુ આરોપી દવારા નોટીસનો પણ અસ્વીકાર કરેલ હોઈ ત્યાર બાદ ગોંડલ કોર્ટમાં નેગો. ઈન્સ્ટ્રુ. એકટની કલમ-૧૩૮ મુજબ તા. ૦૫ /૦૭/૨૦૨૨ ના રોજ ફરીયાદ દાખલ કરતા જેના ફો.કેસ નં.૧૪૪૩/૨૦૨૨ હોઈ જેમાં ફરીયાદી તરફે ગોંડલના એડવોકેટ મનિષ જે. જેઠવા (એમ.જે.જેઠવા) રોકાયેલ હોઈ જે કેસ ચાલી જતા ફરીયાદી તરફે રજુ થયેલ પુરાવો ધ્યાને લઈ તેમજ ફરીયાદીના વકિલ એમ. જે. જેઠવા એ ધારદાર દલીલ, રજુઆતો કરતા જેને ધ્યાને લઈ ગોંડલ એડિશનલ ચીફ કોર્ટએ તા.૧૩/૧૨/૨૩ ના રોજ પ્રિયશ ચેતનભાઈ ઉપાધ્યય ને નેગો. ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબના શિક્ષાને પાત્ર અપરાધમાં તકસીરવાન ઠરાવી ફરીયાદીને ચેકની રકમ ૧- માસની અંદર ચુકવી આપવા તથા ૧-વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો તથા જો વળતરની રકમ ૧-માસમાં ન ચુકવે તો ૩-માસની સાદી કેદની વધુ સજા ભોગવવાનો હુકમ ફરમાવતા ફરીયાદી શિવભદ્રસિંહ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આ ચુકાદાને ન્યાયીક તેમજ ખુબ જ મહત્વનો જણાવેલ તેમજ તેમ પણ જણાવેલ કે ચેકની રકમ પચાવી પાડવાનો ઈરાદો ધરાવતા તત્વોને કાયદાનું ભાન થશે.

error: Content is protected !!