ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા અને ચેકની રકમનું વળતર એક માસમાં ન આપે તો ત્રણ માસની વધુ સજાનો હુકમ કરતી ગોંડલ કોર્ટ.

કેસની વિગત એવી છે કે ગોંડલના વ્યાપારી કૃપાલી ટ્રેડિંગ કંપનીના માલિક હિતેશભાઈ રઘુભાઈ બુટાણીએ કચ્છ ભુજ ના વ્યાપારી નવદુર્ગા ટ્રેડર્સ ના નામથી ચાલતી ભાગીદારી પેઢી ના ભાગીદારો મનીષભાઈ ઈશ્વરલાલ ત્રિવેદી તથા રાહુલભાઈ રમેશભાઈ ચંદારાણા વિરુદ્ધ નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ રૂપિયા એક લાખ 00 ની ફરિયાદ આ બંને વેપારીઓ વિરુદ્ધ દાખલ કરેલી હતી

આ કેસ ચાલી જતા ગોંડલના નામદાર બ્રહ્મભટ્ટ સાહેબની કોર્ટમાં ફરિયાદીનો કેસ પુરવાર માની બંને આરોપીઓને અને પેઢીને એક વર્ષની સજા અને એક લાખ રૂપિયાનો વળતર અને જો વળતર એક માસ અંદર ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કરેલ છે. આરોપી પેઢીએ ફરિયાદી પાસેથી કુલ રૂપિયા ચાર લાખ નું લસણ તથા ડુંગળી ખરીદ કરેલું હતું અને તે પૈકી એક લાખના બે ચેક આપેલ હતા તથા ત્રણ લાખના જે ચેક આપેલ હતા તે મુદત બહાર જતા રહેલા હતા
આ કેસમાં જેતપુરના સિનિયર એડવોકેટ સનતભાઈ મહેતા દેવયાનીબેન મહેતા તથા ઘનશ્યામભાઈ ચૌહાણ ફરિયાદી પક્ષ તરફથી રોકાયેલા હતા.

error: Content is protected !!