સાંસદશ્રી રમેશભાઈ ધડુકના હસ્તે ઉપલેટા ખાતે રૂ. ૪૮ લાખના ખર્ચે નવજાત શિશુ સારવાર એકમનું લોકાર્પણ.

Loading

ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે રૂ. ૪૮ લાખ ૧૬ હજારના ખર્ચે નવનિર્મિત ૧૦  બેડના અદ્યતન મેડિકલ સુવિધાથી સજ્જ નવજાત શિશુ સારવાર એકમ (SNCU). નું લોકાર્પણ પોરબંદરના  સાંસદશ્રી રમેશભાઈ ધડુકના હસ્તે કરવામાં આવ્યું.હતું.

          સાંસદશ્રી રમેશભાઈએ આ પ્રસંગે જણાવ્યું હતું કે,  આ નવું SNCU કાર્યરત થતા આજુબાજુના ૦૩ તાલુકાનાં નવજાત બાળકોને સ્થાનિક કક્ષાએથી જ આરોગ્ય લક્ષી સુવિધાઓનો લાભ મળી રહેશે..

          નવનિર્મિત SNCU ૧૦ વોર્મર, ફોટોથેરાપી યુનિટ, વેન્ટિલેટર, સી પેપ મશીન, ઓકસીજન કોન્સન્ટ્રેટર તથા પોર્ટબલ એકસ રે જેવા ઈકવીપમેન્ટથી સજ્જ છે. જેથી નવજાત શિશુ સેપસિસ, હાયપોથરમીયા, હાયપોગ્લાઈશિયા, પ્રીટર્મ, લો બર્થ વેઇટ , આંચકી , કમળા વગેરે બીમારીની સારવાર ઉપલેટા ખાતે જ મેળવી શકશે.

          નવજાત શિશુ સારવાર કક્ષના નિર્માણ માટે જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશીએ વિશેષ કાળજી દાખવી સ્થાનિક ઉપલબ્ધ વિવિધ ફંડનો ઉપયોગ કરેલ છે.SNCU ની સેવાઓ સુવ્યવસ્થીત ચાલુ રહે તે માટે ૦૬ સ્ટાફ નર્સ, ૦૩ અટેન્ડેન્ટ, ૦૧ સીકયુરીટી ગાર્ડની નિમણૂક કરવામાં આવેલ છે.

          આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચોધરી, ધારાસભ્ય શ્રી ડો મહેન્દ્રભાઈ પાડલિયા તેમજ સ્થાનિક આગેવાનો રોગી કલ્યાણ સમીતીના સભ્યો, દાતાઓ, સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

error: Content is protected !!