ગોંડલ નાં ભગવતપરા માં રહેતી યુવતીએ સાંજ નાં સુમારે પંખા સાથે ચુંદડી બાંઘી કરી આત્મહત્યા:માતા અને ભાભી ફળીયા માં બેઠાં હતા યુવતીએ રુમ માં જઈ જીવાદોરી ટુકાવી:

ગોંડલ નાં ભગવતપરા માં રહેતી યુવતીએ સાંજ નાં સુમારે માતા અને ભાભીની નજર સામે રુમ માં દોડી જઇ ગળાફાંસો ખાઈ લેતા પરીવાર હતપ્રત બનવા પામ્યો હતો.બનાવ બાદ પોલીસ ને જાણ કરાતા દોડી આવેલી પોલીસે મૃતદેહ ને સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ઘરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ ભગવતપરા માં સગરવાડી સામે રહેતા સગર અરવિંદભાઈ કાળુભાઇ બુટાણી ની ૨૩ વર્ષીય પુત્રી નેહા એ સાંજ નાં સુમારે પોતાનાં ઘરે રુમ માં પંખા સાથે ચુંદડી બાંઘી ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.નેહા રુમ માં તેની બે વર્ષ ની ભત્રીજી ભક્તિ સાથે સુતી હતી.જયારે તેના માતા અને ભાભી ફળીયા માં બેઠા હતા.નેહા ઉઠી રુમ માંથી બહાર આવી માતા અને ભાભી સાથે ચા પીને પાછી રુમ માં પહોંચી હતી.અને ગળાફાસો ખાઇ લીઘો હતો.જ્યારે નેહા એ ગળાફાંસો ખાઘો ત્યારે માશુમ ભત્રીજી રુમ માં સુતી હતી.પલભર માં બનેલી ઘટનાં થી ફળીયા માં બેઠેલા તેના માતા અને ભાભી અવાચક બની ગયા હતા.
નેહા નાં પિતા અરવિંદભાઈ ખેતિ કરેછે.પરીવાર માં મૃતક નેહા સહિત એક પુત્ર છે.કોઈ અગમ્ય કારણોસર નેહાએ ગળાફાંસો ખાઈ લેતા પરીવાર માં રોકકળ મચી જવા પામી હતી.બનાવ નાં પગલે એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!