ગોંડલ નદી કાંઠે વહેલી સવારે યુવાને ગળાફાંસો ખાઈ જીવાદોરી ટુકાવી: નદી ના પટ નો બનાવ.
ગોંડલમાં નદીના પટમાં મકાન બાંધી રહેતા યુવાને વહેલી સવારે પોતાના ઘરે પંખા સાથે દોરી બાંધી આત્મહત્યા કરી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વડવાળી જગ્યાની સામે નદીના પટમાં રહેતા અજયભાઈ વિનોદભાઈ દેલવાડીયા ઉંમર 26 કોઈ અગમ્ય કારણોસર વહેલી સવાર ૪ થી ૬ દરમિયાન પોતાના ઘરે પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાય આત્મહત્યા કરી હતી. સવારે પરિવારજનોને ખબર પડતા ઘરમાં રોકકળ મચી ગઈ હતી બાદમાં તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. મૃતક અજય છૂટક મજૂરી કામ કરતો હતો અને ત્રણ બહેનો અને બે ભાઈનો પરિવાર ધરાવતો હતો. તે અપરણિત હતો બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે