ગોંડલ તાલુકાના બાંદરા ગામમાં પાણીની લાઇન નબળી નાખ્યાની ફરિયાદ કરનાર પર હુમલો : તાલુકા પંચાયત ના સભ્ય ના પતિ સહિત ચાર શખ્સો તૂટી પડ્યા.

ગોંડલ તાલુકાના બાંદરા ગામમાં પાણીની લાઇન નબળી નાખ્યાની ફરિયાદ કરનાર યુવાન પર ગામના જ ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલાખોરો યુવાન પર લાકડી અને ઢીકા – પાટુથી તુટી પડ્યા હતા. પાણીની લાઇન નબળી હોવાની ટીડીઓને રજૂઆત કરી હોય બનાવ બનતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

 

પ્રાપ્ત વિગત અનુસાર તાલુકા ના બાંદરા ગામમાં રહેતો અને વ્યવસાયે ડ્રાઇવીંગ કરતા રાહુલભાઈ પરસોત્તમ ઘોણીયાના ભાભી સુમિતાબેન ગ્રામ પંચાયતની ચુંટણીમાં સભ્ય તરીકે ચુંટાયા હોય ગામમાં પાણીની પાઇપ નાખવામાં આવી હતી જે હલકી ગુણવત્તાની હોવાથી સુમિતાબેન સહિત ગામના નાગરીકોએ વિરોધ કરી ટીડીઓને રજૂઆત કરી હતી. આ રજૂઆત અંગે પૂર્વાગ્રહ રાખીને રાહુલભાઈ પર તાલુકા પંચાયત ના સદસ્યા ના પતિ સહિત ચાર શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

જેમા બાંદરા ગામમાં રહેતા અને દેવચડી બેઠક ના મહીલા સભ્ય ના પતિ દીલિપભાઇ ઉર્ફે દિનેશ ઘુસા ઘોણીયા, નટુભાઇ ઘોણીયા, ભાવિકભાઇ ઘોણીયા, વિનુભાઈ ઘોણીયાએ ગત રવિવારે રાતે ગામમાં પાનના ગલ્લે બેસેલા રાહુલ પર હુમલો કર્યો હતો. દિનેશભાઈ એ હુમલો કરતા જણાવ્યુ કે અમારી વિરૂદ્વ તુ ખોટી અરજી કરીને અમને બદનામ મકે છે. ચારેય શખ્સો લાકડીના ફટકા અને ગડદા-પાટુથી રાહુલભાઈ પર તુટી પડ્યા હતા. રાહુલભાઈ ને બચાવવા વચ્ચે પડેલી પત્નિને પણ ફટકારી હતી. પત્નિને પટેમાં ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રાહુલભાઈ એ ઉપરોક્ત શખ્સો વિરૂદ્વ તાલુકા પોલીસ મા ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!