ગોંડલમાં રૂપિયાની ઉઘરાણી મામલે મહિલા પર પાડોશી પરિવારનો હુમલો.

ભાઈ પર ધારીયાથી હુમલો કરતાં વચ્ચે પડેલ રુબીનાબેન કુરેશી પર મહિલા સહિત પાંચ શખ્સો તૂટી પડ્યા: ઈજાગ્રસ્ત મહિલાને સારવારમાં રાજકોટ ખસેડાયા

 

ગોંડલના વોરા કોટડા રોડ પર રૂપિયાની ઉઘરાણી મામલે ભાઈ પર પાડોશી પરિવારે ધારીયાથી હુમલો કરતાં વચ્ચે પડેલ બહેનને પણ ઢીકાપાટુનો ઢોર મારમારતાં સારવારમાં ખસેડાઇ હતી.

પ્રાપ્ત વિગત મુજબ, ગોંડલમાં વોરા કોટડા રોડ પર રહેતાં રૂબીનાબેન અલતાફભાઇ કુરેશી (ઉ.વ.35) ગઈકાલે સાંજના તેની બાજુમાં પંચપીરની ધાર પાસે રહેતાં માવતરના ઘરે ગયાં હતા. જ્યાં તેમના ભાઈ જાબિર પર પડોશમાં રહેતાં મુમતાજબેન, તેનો પુત્ર રહીશ, સકીલ અને ફિજાએ ધારીયાથી હુમલો કર્યો હતો. દરમિયાન તે તેના ભાઈને બચાવવા વચ્ચે પડતાં તેણી પર પણ પાડોશી પરિવાર તૂટી પડ્યો હતો અને ઢીકાપાટુનો ઢોર મારમારતાં ગંભીર ઇજા પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા મહિલાને સારવારમાં રાજકોટ અને તેના ભાઈને શાપર હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ગોંડલ પોલીસ દોડી આવી હતી અને ઈજાગ્રસ્તનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી. વધુમાં ઈજાગ્રસ્ત મહિલાએ જણાવ્યું હતું કે, તેના ભાઈ જાબીરે પડોશમાં રહેતાં મુમતાજબેનને રૂ.20 હજાર ઉછીના આપેલ હતાં. જે પરત માંગતા તેનો પરિવાર ઉશ્કેરાયો હતો અને હુમલો કર્યો હતો.

error: Content is protected !!