ગોંડલ શહેર ભાજપ સંગઠન નું નવું માળખું જાહેર: હોદ્દેદારોની વરણી જાહેર કરતા શહેર ભાજપ પ્રમુખ ઉપેન્દ્રસિંહ ચુડાસમા.

ગોંડલ શહેર ભાજપના નવા વરાયેલા પ્રમુખ ઉપેન્દ્રસિંહ (પીન્ટુભાઇ) ચુડાસમાએ ભાજપ મોવડી પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તથા અશોકભાઈ પીપળીયા સાથે ચર્ચા વિચારણા કરી નવા હોદ્દેદારો ની વરણી જાહેર કરી છે.
જેમાં મહામંત્રી તરીકે અશોકભાઈ પરવડીયા તથા સમીરભાઈ કોટડીયા ની પસંદગી કરાઇ છે.ઉપપ્રમુખ તરીકે રાહુલભાઈ ડાભી, ભરતભાઈ ઢોલરીયા રવિભાઈ કાલરીયા, જયદીપસિંહ જાડેજા, સંદીપભાઈ રૈયાણી તથા અસ્મિતાબેન રાખોલીયા ની વરણી કરાઇ છે, જ્યારે મંત્રી તરીકે રમેશભાઈ મહેતા અશોકસિંહ જાડેજા બીપીનભાઈ નિમાવત, ખતીજાબેન મુલતાણી,બૃમ્હ સમાજ ના મહીલા અગ્રણી નીતાબેન મહેતા અને રશ્મિબેન ચાવડા ની વર્ણી કરાઇ છે. કોષા ધ્યક્ષ તરીકે ચંદુભાઈ દુધાત્રા ને જવાબદારી સોંપાઈ છે. શહેર ભાજપની નવી ટીમને ધારાસભ્ય ગીતાબા જાડેજાએ શુભેચ્છા પાઠવી ભાજપની વિચારધારાને ઘરે-ઘરે પહોંચતી કરી સંગઠનને મેગવંતુ બનાવવા જણાવ્યું હતું

error: Content is protected !!