શ્રીનાથગઢ પાસે રીક્ષા અને સેન્ટ્રો કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક નો મોત ત્રણ ઇજાગ્રસ્ત.

ગોંડલના મોવીયા થી શ્રીનાથગઢ જવાના રસ્તે પેસેન્જર સાથે પસાર થઈ રહેલી રીક્ષા ને સેન્ટ્રો કાર ના ચાલકે હડફેટે લેતા રીક્ષામાં બેઠેલા આદિવાસી પ્રૌઢનું મોત નિપજયુ હતું. જ્યારે સેન્ટ્રો કાર ચાલક સહિત બે વ્યક્તિને ઈજા પહોંચી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોવિયા થી શ્રીનાથગઢ રસ્તા ઉપર પાણીના ટાંકા પાસે શ્રીનાથગઢ જઈ રહેલી પેસેન્જર રીક્ષા ને સામેથી પૂરપાટવેગે આવી રહેલા સેન્ટ્રો કાર ના ચાલકે ઠોકર મારતા સર્જાયેલ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા મૂળ મધ્યપ્રદેશના બોરકુંડિયા ગામે રહેતા અને હાલ મોવિયા વાડીમાં ખેત મજૂરી કરતા ખુમસિંહ વિજયાભાઈ ગોહિલ ઉમર 50 ને ગંભીર ઈજ્જા થતાં તેનું મોત નીપજ્યું હતુંવ જ્યારે રિક્ષામાં બેઠેલા તેમના દીકરા પીન્ટુ ઉ. 13 તથા તેની દોહીત્ર કાજલ ઉં. 15 ને ઇજા થતાં ગોંડલ સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.

સેન્ટ્રો કારચાલક અકસ્માત બાદ કાર ઘટના સ્થળે છોડી તેને પણ ઇજા થઈ હોય ગોંડલ ખાનગી હોસ્પિટલમાં દાખલ થયેલ હતો. બનાવ બાદ મૃતક તથા ઇજાગ્રસ્ત્રોને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

મૃતક ખુમસિંઘ ને સંતાનમાં એક દીકરો એક દીકરી હોવાનું અને મોવિયામાં ધીરુભાઈ છગનભાઈ ખુટ ની વાડીમાં છેલ્લા બે વર્ષથી ખેત મજૂરી કરતો હોવાનું જાણવા મળેલ હતુંવ રિક્ષાચાલક ગોંડલના કાદરભાઇને પણ ઈજા થતાં તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા બનાવ અંગે સુલતાનપુર પોલીસ મથકના એ.એસ.આઇ હિતેશભાઈ ગરેજાએ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!