ગોંડલ નગરપાલિકા કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજાએ શ્રમજીવી પરિવારના યુવાનનું સ્વ ખર્ચે આંખનું ઓપરેશન કરાવી દૃષ્ટિ અપાવી.
ગોંડલ ખોડીયાર નગર વિસ્તારમાં રહેતા ભનુભાઈ સોલંકી (દેવીપુજક) શાકભાજી વેચી જીવન નિર્વાહ કરે છે. તે વિકલાંગ હોય અને તેના દીકરા ને બંને આંખમાં ખામી હોય દેખાવાનું બંધ થતા ઘણા સમયથી સરકારી હોસ્પિટલ માં દવા ચાલુ હતી. પરંતુ કોઈ ફેર પડતો ના હતો નહીં ખાનગી સારવારમાં ઘણો ખર્ચ થાય આ ખર્ચને ઉઠાવવા ની ક્ષમતા પરિવારની હોય નહીં તે વાત નગરપાલિકા કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજા ને ધ્યાને આવતા તેમને તાત્કાલિક આયુષ્યમાન કાર્ડની વ્યવસ્થા કરી હતી. પણ આ કાર્ડથી ઓપરેશન શક્ય હતું નહીં તેથી ટ્રસ્ટ દ્વારા સંચાલિત ઝાટકિયા હોસ્પિટલના ડો. સોલંકી સાથે મીટીંગ કરી સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કરતા ડોક્ટર સોલંકી એ અન્ય બે ડોક્ટરના અભીપ્રાય લઈ ખાતરી સાથે ઓપરેશન કરવાની તૈયારી બતાવી ઓપરેશન નો તમામ ખર્ચ રાજેન્દ્રસિંહ જાડેજાએ ઉઠાવ્યો અને આંખના બંને ઓપરેશન સફળ થયા હતા અને નવયુવાનને નવા જીવન સાથે નવી રોશની મળી. આ સાથે પરિવારમાં ભાવુંક દ્રશ્યો સર્જાયા હતા..