કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ બંધ કરી તે અંગે ખેડૂતોના હિતમાં યોગ્ય કરવા ઉચ્ચસ્તરે રજૂઆત કરતા જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા.

Loading

ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં ડુંગળીનું ઉત્પાદન બહોળા પ્રમાણમાં થયેલ હોય, ખાસ કરીને રાજકોટ જીલ્લાના માર્કેટિંગયાર્ડોમાં ડુંગળીની આવક મોટા પ્રમાણમાં થઇ રહી છે. જેમાં સૌરાષ્ટ્રના મોટામાં મોટા ગોંડલ માર્કેટિંગયાર્ડમાં પણ ડુંગળીની આવક પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે. ગત વર્ષે ડુંગળી સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે ખરીદવામાં આવી ત્યારે ડુંગળીનો ભાવ ૨૦ કિ.ગ્રા.ના ૨૦ થી ૭૦ રૂ.રહ્યો હતો, જે ચાલુ વર્ષે ૨૦ કિ.ગ્રા.ના ૪૦૦ થી ૬૦૦ જેટલો ભાવ ચાલી રહ્યો હતો,

પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ બંધ કરવામાં આવતા જે ડુંગળીનો ભાવ ૨૦ કિ.ગ્રા.ના ૪૦૦ થી ૬૦૦ જેટલો ચાલતો હતો તે હાલ ૨૦ કિ.ગ્રા.ના ૧૦૦ થી ૨૦૦ રૂ. થઈ ગયેલ છે. જેથી સૌરાષ્ટ્ર અને રાજકોટ જીલ્લાના ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક ફટકા સમાન છે તેમજ ખેડૂતો ડુંગળીના ભાવને લઈ ચિંતામાં મુકાયા છે, ભાજપ સરકાર હંમેશને માટે ખેડૂતોની સરકાર રહી છે, ખેડૂતોના હિત માટે સતત ખેડૂતોના હિતલક્ષી નિર્ણયો લેતી હોય છે. જેથી ખેડૂતોના હિતને ધ્યાને લઈ આપશ્રીની કક્ષાએથી સરકારશ્રીમાં નિકાસને ફરીથી ચાલુ કરવા માટેની ઉચ્ચસ્તરે રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખશ્રી અલ્પેશભાઈ ઢોલરીયાએ રજૂઆત કરી હતી.

error: Content is protected !!