ગોંડલના મુંગાવાવડી ગામની સીમમાં પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧૧ બાજીગરોને પકડી પાડતી રાજકોટ રૂરલ એલ.સી.બી.
ગોંડલના મુંગાવાવડી ગામની સીમમાં પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧૧ બાજીગરોને પકડી પાડી રૂ।.૧,૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ અંગે મળતી વિગતો મુજબ પીઆઇ વી.વી.ઓડેદરા,પીએસઆઈ એચ.સી.ગોહીલ, ડી.જી.બડવા, એલ.સી.બી.સ્ટાફના મહીપાલસિહ જાડેજા,પ્રહલાદસિંહ રાઠોડ, અનીલ ગુજરાતી, રુપકભાઇ બોહરા સહિત પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન મળેલ હકિકત આધારે ગોંડલ તાલુકાના મુંગાવાવડી ગામની સીમમાં જુની મેંગણી ગામે જવાના કાચા રસ્તે બાવળની કાંટ માં અગીયાર ઇસમોને જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા પકડી પાડેલ હતા પકડાયેલ આરોપીઓ (૧) કપીલભાઇ લક્ષ્મીભાઇ રાજપુત રહે.બી.ડી. એન્જીનિયરીંગ કારખાનાની ઓરડીમાં શાપર વેરાવળ (૨) સોહનલાલ રાજારામભાઇ આહીરવાર રહે.શાંતીધામ પાટીયા માઇક્રો ફોરજીંગ કારખાનાની બાજુમા (૩) અવધેશભાઇ વલ્લભભાઇ પાનસુરીયા રહે.મોટી મેંગણી તા.કોટડા સાંગાણી (૪) રજતભાઇ રમેશભાઇ ગામી રહે. કાંગશિયાળી ગામની સીમ કલ્પવન રેસીડેન્સી વ્રજ એપાર્ટમેન્ટ ફલેટ નં.૬૦૨ (૫) નિખીલભાઇ મનોજભાઇ કપુરીયા રહે.કરણપાર્ક શેરી નં.૪ પ્લોટ નં.૭૬ રાજકોટ (૬) પીયુષભાઇ પ્રહલાદભાઇ ગોજારીયા રહે. દર્શન પાર્ક શેરી નં.૪ શાપર (વેરાવળ) (૭) રામજીભાઇ કીરતસિંગ રાજપુત રહે.શાંતીધામ પાસે સાઇનીંગ કારખાનાની બાજુમા ઓરડીમાં ભાડેથી શાપર વેરાવળ (૮) વીરસિંગ માનીકચંદ્રભાઇ પાલ રહે.યુનીટેક કારખાનાની ઓરડીમા રીબડા ગામની સીમ (૯) ક્રૃષ્ણકુમાર દયાશંકર રાજપુત રહે.શાંતીધામ અતુલ ઓટો પાછળ અમર રોટો કારખાનાની ઓરડીમાં (૧૦) સોનુ દિપકભાઇ બોહરા છેત્રી રહે.શાંતીધામ ગેઇટની સામે સંયોગ ઇન્ડસ્ટ્રીઝ કારખાનાની ઓરડીમાં વેરાવળ શાપર (૧૧) રામઆશ્રય સુદાસન રાજપુત રહે.શાંતીધામ અતુલ ઓટો પાછળ અમર રોટો કારખાનાની ઓરડીમાં શાપર વેરાવળ.જુગાર પકયાથી મુદામાલ રોકડા રૂ.૧,૩૦૧૦૦/- કબ્જે કરી પોલીસે કાર્યવાહી કરી હતી.