ગોંડલ પંથક માં ગળાફાંસો ખાઈ એક પ્રૌઢ તથા એક યુવાને જીવાદોરી ટુકાવી.
ગોંડલ પંથક મા બે અલગ અલગ બનાવમાં એક પ્રૌઢ તથા યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
પ્રથમ ઘટના માં તાલુકા નાં મસીતાળા માં રામદેવપીર મંદિર પાસે રહેતા રમેશભાઈ ચકાભાઇ બગડા ઉ.૪૫ પોતાનાં ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.મૃતક રમેશભાઈ ખેતીકામ કરતા હતા.સંતાન માં બે દિકરા તથા એક દિકરી હોવાનું જાણવા મળેલ હતુ.
બીજો બનાવ ગોંડલ ના ખોડીયાર નગર મા બન્યો હતો.ખોડીયાર નગર ના મંગલમ પાર્ક મા રહેતા વદ્રેશ મનોજભાઈ મકવાણા ઉ.૧૮ બપોર ના સુમારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.વદ્રેશે બાર ધોરણ પાસ કરી આગળ અભ્યાસ કરવા પ્રવેશ મેળવ્યો હતો.તેના પિતા મનોજભાઈ રીક્ષા ચલાવી પરીવાર નુ ગુજરાન ચલાવે છે.ગળાફાસા ની બન્ને ઘટનાઓ અગમ્ય કારણોસર હોય પોલીસે તપાસ હાથ ધરીછે.