ગોંડલ ના ધરાળા નજીક અકસ્માત માં યુવાન નુ મોત:એક ઘાયલ.

Loading

ગોંડલ દેરડી રોડ પર ધરાળા નાં પાટીયા પાસે ગત રાત્રીના બાઇક ને અજાણ્યા વાહન ને હડફેટે લેતા બાઇક ચાલક નુ મોત નિપજ્યુ હતુ.જ્યારે તેની સાથે રહેલી અન્ય વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.બનાવ અંગે સુલતાનપુર પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ મોટી ખીલોરી રહેતા રાકેશભાઈ હકાભાઇ ચાવડા ઉ.૨૫ તથા અમીતભાઇ પ્રેમજીભાઇ દાફડા ઉ.૧૯ ગત રાત્રે બાઇક પર દેરડી થી મોટી ખીલોરી આવી રહ્યા હતા ત્યારે ધરાળા ગામ ના પાટીયા પાસે અજાણ્યા વાહને બાઇક ને હડફેટે લેતા બન્ને યુવાનો બાઇક સહિત ફંગોળાયા હતા.સર્જાયેલા અકસ્માત માં રાકેશભાઈ નુ ગંભીર ઇજાઓ ને કારણે મોત નિપજયું હતુ.જ્યારે અમીતભાઇ ને ઇજાગ્રસ્ત હાલત મા ગોંડલ ખસેડાયા હતા.
રાકેશભાઈ બે ભાઇઓ ના પરીવાર મા મોટા અને અપરણીત હતા.દેરડી મા ઇલેક્ટ્રિક નુ કામ કરતા હતા.જ્યારે અમીતભાઇ દેરડી મા ગેરેજ મા કામ કરે છે.બન્ને મિત્રો દેરડી થી કામ પતાવી રાત્રીનાં મોટી ખીલોરી જઈ રહ્યા હતા.બનાવ અંગે સુલતાનપુર પોલીસ મથક ના અર્જુનભાઇ દવેરા એ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!