ગોંડલ પંથકમાં સગીરા ઉપર દુષ્કર્મ મુંગાવાવડીના દર્શીલ દુધાત્રાની શોધખોળ.
ગોંડલ પંથકમાં સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર મુંગાવાવડીના શખ્સ સામે તાલુકા પોલીસે ગુન્હો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ય વિગતો મુજબ ગોંડલના ગ્રામ્ય પંથકમાં રહેતી ૧પ વર્ષની સગીરાની મરજી વિરૂધ્ધ તેના ઉપર દર્શીલ સંજયભાઇ દુધાત્રા રે. મુંગાવાવડી તા. ગોંડલએ વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે સગીરાએ પરિવારજનોને જાણ કરતા સગીરાના પિતાએ આરોપી દર્શીલ દુધાત્રા સામે તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પી.એસ.આઇ. જે. એમ. ઝાલા તથા સ્ટાફે ગુન્હો દાખલ કરી આરોપી દર્શીલની શોધખોળ હાથ ધરી છે.