Gondal-ગુંદાળા પાસે ગોડાઉનમાંથી દારૂની ૭૨૦ બોટલ મળી: ગોંડલના ઉદય દાવડાની ધરપકડ.

ગોંડલ તાલુકાના ગુંદાળા ગામની સીમમાં આવેલા ગોડાઉનમાં ગોંડલ તાલુકા પોલીસની ટીમે રેડ ચલાવીને વિદેશી દારૂની ૭૨૦ બોટલો સાથે એક યુવકને ઝડપ્યો હતો અને રૂ.૨.૭૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની મળતી વિગતો અનુસાર ગોંડલ તાલુકા પોલીસની ટીમે ચોક્કસ બાતમીને આધારે ગુંદાળા ગામની સીમમાં પાટીદડ ગામ તરફ જવાના રોડ પર આવેલ પેરેડાઇઝ પાર્ટી પ્લોટના પાછળના ભાગે જતા કાચા રસ્તે ડાબી બાજુના ત્રીજા ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. જ્યાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતો ૨૯ વર્ષીય આરોપી ઉદય પંકજભાઇ દાવડા વિદેશી દારૂની રૂ.૨,૭૩,૦૦૦ની કિંમતની અલગ અલગ બ્રાન્ડની કુલ ૭૨૦ નંગ બોટલો સાથે મળી આવ્યો હતો. જેથી પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી આરોપી ઉદય વિરુદ્ધ પ્રોહી.એક્ટ કલમ–૬૫(એ)(ઇ), ૧૧૬(બી), મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!