Gondal-ગોંડલની ગંગોત્રી સ્કૂલ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે યોજાયો મોટિવેશનલ સેમિનાર.

Loading

ગોંડલની ગંગોત્રી સ્કૂલ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સતત પ્રયત્નશીલ રહે છે. સ્કૂલ દ્વારા ધોરણ 10 અને 12 નાં બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી યોગ્ય માર્ગદર્શન મળતું રહે જ છે પણ સાથે – સાથે સતત મોટિવેશન પણ અપાતું રહે છે. ગંગોત્રી સ્કૂલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બોર્ડના વિદ્યાર્થીઓ માટે તા.25/11/2023 ના રોજ ધો. 10 અને ધોરણ -12(સાયન્સ અને કોમર્સ) ના વિદ્યાર્થીઓ માટે “વિજયી ભવઃ” વિષય પર સેમિનાર યોજાયો હતો.

બોર્ડના વિદ્યાર્થીઓને હવે પરીક્ષાના થોડા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે આ દિવસોમાં પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી તેની ચર્ચા મોટિવેશનલ સ્પીકર શૈલેષ સગપરિયા અને ઉમેશ વાળા દ્વારા કરવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓનો બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરી ખુબ સારી રીતે પરીક્ષા આપવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનાર દરમિયાન ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલ્સના ફાઉન્ડર અને ચેરમેન સંદીપ છોટાળા દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

તેમજ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં સારુ પરિણામ મેળવે તેવી વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવામાં આવી હતી. આ સેમિનાર તમામ વિદ્યાર્થીઓને માટે બોર્ડની પરીક્ષામાં સફળતા અપાવનાર સિદ્ધ થશે તેવો અસરકારક રહ્યો હતો.

error: Content is protected !!