ગોંડલ રાજવી પરિવારે પોતાની ટોયોટા ઇનોવા કાર ને કોરોના માં એમ્બ્યુલન્સ તરીકે આરોગ્ય વિભાગને ભેટ અર્પણ કરી લોકશાહી માં રાજાશાહી ના દર્શન કરાવ્યા.

હાલ ગોંડલ પંથક માં કોરોના કેસ ખુબજ વધતા હોય તેવા સંજોગો માં પોઝીટીવ દર્દી ને રાજકોટ લઈ જવામાં એમ્બ્યુલન્સ પણ ક્યારેક ન મળતી હોય તે વાત ગોંડલ મહારાજા શ્રી જ્યોતિન્દ્રસિંહજી સાહેબ તથા યુવરાજ શ્રી હીમાંશુસિંહજી સાહેબ ઓફ ગોંડલ ને ધ્યાને આવતા ગોંડલ ના કોઈ કોરોના પોઝીટીવ દર્દી ને એમ્બ્યુલન્સ બાબતે જીવ જોખમ માં ન મુકાય તે ઉમદા હેતુ થી તાત્કાલિક નવી એમ્બ્યુલન્સ ગોંડલ ને ભેટ આપવા નું નક્કી કર્યું… પરંતુ એમ્બ્યુલન્સ માં દરેક કંપની માં વેઇટિંગ ચાલતું હોય અને જો ગોંડલ ને સમયસર એમ્બ્યુલન્સ ન મળે તો કોઈ દર્દી નો જીવ જોખમ માં મુકાય તો આવા સંજોગો માં ગોંડલ વર્તમાન મહારાજા શ્રી જયોતિન્દ્રસિંહજી સાહેબે પોતે જે ટોયોટો ઇનોવા કાર ઉપયોગ માં લેતા હોય તે કાર ને જ એમ્બ્યુલન્સ બનાવી ડેપ્યુટી કલેકટરશ્રી (ઇન્સ્ટન્ટ કમાન્ડર)ને અર્પણ કરી આરોગ્ય વિભાગ ને સોપી દીધી આજ ના લોકશાહી ના યુગ માં પણ ગોંડલ ની પ્રજા એ રાજાશાહી ના દર્શન કર્યા આવી વીકટ પરિસ્થિતિ માં પણ રાજવી પરિવારે ગોંડલ ની પ્રજા ની ચિંતા કરી તે સરાહનીય છે.


અત્રે ઉલ્લેખનીય છે કે ગોંડલ પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજી નું સૂત્ર હતું કે “સૌથી પહેલા ગોંડલ” અને “પોતા પહેલા બીજા” એ સૂત્ર સાર્થક રાજવી પરિવારે કર્યું છે.
ભારત દેશ માં જ્યારે જ્યારે વિકટ પરિસ્થિતિ આવી છે ત્યારે ગોંડલ રાજવી પરિવારે સહયોગ આપ્યો છે.
૧૯૩૪ માં રાજાશાહી વખત માં બિહાર ના વિનાશક ભૂકંપ સમયે સંકટ નિવારવા મહારાજા ભગવતસિંહજી તરફથી ૧ લાખ રૂપિયા ની બાદશાહી સહાય કરી તેમજ કવેટા ધરતીકંપ માં પણ ૧ લાખ ની સહાય કરી હિંદભર માં ખ્યાતિ મેળવી હતી…. આ તકે ગોંડલ પૂર્વ ધારાસભ્યશ્રી જયરાજસિંહ જાડેજા એ જણાવ્યું કે યુવરાજશ્રી હિમાંશુસિંહજી એ ખરા અર્થ માં આજે રાજ ધર્મ નિભાવ્યો છે….
એમ્બ્યુલન્સ લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત ગોંડલ યુવરાજશ્રી હીમાંશુસિંહજી ઓફ ગોંડલ તથા પૂર્વ ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજા ન.પા પ્રમુખ અશોકભાઈ પીપળીયા કારોબારી અધ્યક્ષ પૃથ્વીસિંહ જાડેજા તથા શાસક પક્ષ ના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા શહેર ભા.જ.પ પ્રમુખ ચંદુભાઈ દુધાત્રા તથા ગોંડલ શહેર મામલતદાર જાડેજા સાહેબ તથા તાલુકા મામલતદાર ચુડાસમા સાહેબ તથા પોલીસ ઇન્સ્પેકટર શ્રી રામાનુજ સાહેબ તથા આરોગ્ય વિભાગના ડો.ગોયલ સાહેબ હાજર રહ્યા…

error: Content is protected !!